Seva Prev Next Index

-:સેવા :-      પરમ પૂ. ગુરૂદેવશ્રી બળદેવગિરિજી મહંતબાપુશ્રીનું પ્રેરણાત્મક જીવન અનેક પ્રકારના પ્રેરણાત્મક ઉપદેશો આપે છે. નિષ્ઠાવાન ગુરૂભક્તિ, સતત પ્રભુભક્તિ, સંપુર્ણ નિરાભિમાનપણુ શ્રેષ્ઠ સાદાઇ, ખટપટો રહિતનું આદર્શ જીવન સૌ શિષ્યો પ્રત્યેનો અપાર અને સમાન પ્રેમભાવ બસ ગુરૂશ્રીનું સતત દ્યાન પૂજ્ય ગુરૂશ્રી આજ્ઞા મુજબ જીવન જીવવું. ગુરૂશ્રી સૂચવે તેમ જીવનને રાખવું, તેઓ શ્રી રાખે તેમ રહ્યા કરવું. કોઇ પણ પ્રસંગ માં તેમના જ દર્શન કરવા, ગુરૂશ્રી ને સતત યાદ કરતા રહેવુ.ગુરૂશ્રી ની સેવા માં એકરૂપ બનવાનુ શીખવે છે.
      શ્રીગુરૂસેવા સર્વોત્તમ શ્રેષ્ઠ છે. શ્રી સદૂગુરૂજીનો વિચાર એજ શિષ્યનો વિચાર શ્રી ગુરૂજીની આંખ ફરકે અને શિષ્ય નો દેહ ફરકે આવી જ ગુરૂ ભક્તિ પરાભક્તિ પરમ પૂ. સ્વામીશ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રીમાં વિધમાન છે. હજારો વર્ષ ના ઇતિહાસ માં અધ્યત્મિક ઇતિહાસના પાને અવતારોએ,પયગંમ્બરોએ, આત્માદર્શીઓએ,સિધ્ધોએ, અને સંત મહાપુરૂષોએ, સદૂગુરૂઓએ સ્ર્વે સંપ્રદાયોના સારરૂપ એકજ વાતને આલેખી છે. કે વાસનાનો ક્ષય અને સેવા દ્વરા સ્વભાવ નું પરિવર્તન કેમ થાય ? તેના સમાધાન માટે કેટલાક કર્મયોગી બન્યા કેટલાક ભક્તિમાર્ગી બન્યા કેટ્લાક ધ્યાનયોગી અને જ્ઞાનયોગી બન્યા. કેટલાક રાજયોગી, તપયોગી, હઠયોગી,સાંખ્યયોગી બનીને સિખિયા થવા માટે આત્માનો ઉધ્ધાર કરવા માટે સંપૂર્ણ પ્રયત્નો કર્યા પણ વાસના કે સ્વભાવનાં મૂળા આવા કોઇક વિરલ મહાપૂરૂષોએજ સેવા સમર્પણની સાધના દ્વારા ઉખેડી નાખ્યા છે.
      જો આ ગ્રંથનો ખરેખર આત્મિયતાથી ઉપયોગ થાય ચિંતન, મનન અને વર્તન થાયા તો આ જન્મે જ સત્ય દ્વારા પરમધામના સુખના અધિકારી થવાશે.આપણને કેવા અદૂભુત ાને મહાન તપસ્વી પરમ પૂ. સ્વામીશ્રી વિરમગિરિજી મહારાજશ્રી આ ભક્ત સમાજને વારસામાં મળ્યા. ને આવા પરમ તપસ્વી સંતો ની અનુંકુંપાથી ષદરિપુઓ રહિત અને માયિક ગુણો રહિત ભક્ત સમાજ નો વિકાસ થવામાં વાર લાગતી નથી તેમજ અસંખ્ય જ્ન્મોની સ્મ્રુતિ થઇ આવે અને અનંત બ્રહ્માડની ઓળખ પળમાં કરાવે.
      આ ગૌરવ ગાથામાં પ. પૂજ્ય ગુરૂવર્ય યોગી શ્રેષ્ઠ તપોનિષ્ઠ મહંતશ્રી વિરમગિરિજી બાપુશ્રીથી માંડીને અત્યાર સુધીના બધાજ તપસ્વી સિધ્ધ મહાપુરૂષોના જીવનના વિશિષ્ઠ પ્રેરક પ્રસંગોનુ દર્શન કરાવ્યુ છે. સરળ ભાષામાં એ પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે એ પ્રેરક પ્રસંગોને સહેજ વિચારીશું વાગોળીશું અને આવા સ્વરૂપોની રહેણી કહેણીને થોડી સમજીશું અને આવા સ્વરૂપોનુ ધ્યાન ધરીશું તો ખુબજ બળ મળશે. અને આવા સ્વરૂપો સાથે સમર્પિત કેમ થવાય તેનુ માર્ગદર્શન મળી રહેશે, જેથી આપણૉ સાધના માર્ગ ખુબ સરળ બનશે જ કોટિકલ્પે જે સિધ્ધન થાય તેવી પ્રાપ્તી એક જ દિવસમાં થાય એવુ અમોધ બળ મળી રહે એવો શ્રી પૂજ્યપાદ મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીનો અને પરમ પૂ. સ્વામીશ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રીનો શુભ સંકલ્પ છે. આ ગ્રંથનો સદુઉપયોગ જીવનને સદમાર્ગના સુખનો અનુભવ કરાવશે. આ ગાથામાં કોઇને પરમાત્માનુ સ્થાન આપવામાં આવ્યુ નથી. પરંતુ અતિશયોકિત વિના ભગવાનના સાધર્મપણાને પામીને ભગવાનશ્રી વાળીનાથજીને હ્દયને વિષે રાખનાર એવા જે સાચા બ્રહ્મસ્વરૂપ એ પ્રભુનુ છે. પ્રભુનુ ઘર છે. પ્રભુનુ સા ત એ મંદિર છે. કુરાનમાં પણ મારફતિયા પુરૂષની સાચા સંતની અનિવાર્યતા દેખાડી છે જ દરેક યુગપુરૂષોએ સંતોનો ખુલ્લેખુલ્લો મહિમા ગાયો છે. પણ સાચા સંતને વિષ સદભાવ થઇ જાય તેમની સાથે રસબસ થવાય તો કોટી કલ્પે ન ટળૅ એવી વ્રજસાર વાસના અને યુગોથી મુળ નાખીને બેઠેલી અહંમની વૃતિનો પ્રલય થતાં વાર નહિ લાગે.
      ધન્ય હો સદૂગુરૂદેવ શ્રી પરમ પૂ. વિરમગિરિજી બાપુશ્રીને કે તેઓશ્રીના સંકલ્પથી એક આવો અદભૂઅને દેસાઇ સમાજ અરે એકલો દેસાઇ(રબારી) સમાજ નહિ, પરંતુ સમગ્ર ભારતના બધાજ સમાજો અવિરત સેવમાં જોડાઇ ગયા છે. એવા પવિત્ર(રબારી) દેસાઇ સમાજની સેવા અને સમર્પણ ભાવના અદભૂત અને શ્રેષ્ઠ રીતે સ્થાપિત છે. ભગવાનશ્રી વાળીનાથજી શિવાય બીજુ કંઇ ના ઇરછે એવો નિરપે નિર્મળ અને પવિત્ર દેસાઇ અને જે સંત પ્રણાલિ પરમ પૂ. ગુરૂદેવશ્રી વિરમગિરિજી મહારાજશ્રીએ અખંડ સૌભાગ્યવાન બનાવી જીવંત અને જાગૃત બનાવી આ ધરતીન ધન્યભાગ્ય કે શ્રી સદગુરૂદેવશ્રી એ સંત મહાત્માઓની ભેટ અખંડ રાખી, કોઇ પણ સાધકને દિન પ્રતિદન વૃધ્ધિને પામવુ હોય, મુંઝવણ અને ઉદ્દવેગમાંથી વહેલા બહાર આવવુ હોય, કામ ક્રોધાદિક દોષોની પૂર્ણાહતિ કરવી હોય, શુદ્રતામાંથી મહાસાગરમાં વિચરવુ હોય અથવા તો સંતોના અખંડ આશીર્વાદમાં રહીને જીવન જઈવવુ હોય તો આવા પવિત્ર સંતચરિત્રોના પવિત્ર ગ્રંથનો અભ્યાસ ખુબ જરૂરથી કરવો અનિવાર્ય છે જ. સુહ્રુદય સમ્રાટ પરમ પૂજ્ય શ્રી સત્યેશ્વેર એકતા અને અંકેશ્વ્રરવાદના પ્રણૅતા, પરમ આદર્ણીય જ્ઞાનોદય, શીલગુણસંપન્ન એવા શ્રી. શ્રી. ૧૦૮ મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રી અને પરમ પૂ. સ્વામીશ્રી ગોવિન્દગિરિજી બાપુશ્રીના આશીર્વાદથી આ તપસ્વી અને અવતારી મહાપુરૂષોના દિવ્ય જીવનના શ્રેષ્ઠ પ્રસંગો આ ગ્રંથમાં આપેલ છે. મહાપુરૂષોન સમગ્ર જીવનના મૂલ્યવાન આધ્યાત્મિક પ્રસંગોના સરળ વર્ણન દ્રારા નવા, જુના, નાના,મોટા કે ગમે તેવી પ્રકૃતિવાળા સેવકોને ગ્રંથ વાંચતાંજ પોતાના જીવનમાં કેવી રીતે રહે? પ્રત્યક્ષ શ્રી વાળીનાથ ભગવાનનો દ્રઢ આશરો અને સાચો સબંધ એટલેશું? નિર્દોષ બુધ્ધિનુ રહસ્ય શું? વગેરે સરળતાથી સમજાઇ જાય અને આ સંતો સાથે જીવન જીવવાની સુઝ આવે એવા મંગલ મય હેતુને સાકાર કરવા પૂ. બાપુશ્રીએ આવુ એક સર્વોપયોગી ભગીરથ કાર્ય સર્વદેશીય છતાં વિશિષ્ઠ ગ્રંથનુ આયોજન કરેલ છે.
      પહોળી કરોડ પચાસ, જોજન પથરાયેલ જમી, પણ પ્રભુએ કરેલ પાસ, એ ભારતવાળી ભોમકા.
      આ જીવાત્મા જયારે ભરતખંડને વિષે મનુષ્યદેહ રૂપે આવે છે. ત્યારે ભગવાનના અવતાર સમા તપસ્વી સંતો જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. તેની એ જીવને ઓળખાણ થાય તો? આ જીવન પૂજય વિરમગિરિજી બાપુશ્રી જેવા એને પ્ બળદેવગિરિજી બાપુશ્રી જેવા મહાસમર્થ પુરૂષોનો ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભકિત વૃધ્ધિને પામતી જાય એવા તપસ્વી મહાપુરૂષોને અતિશય નિષ્કાંમી, નિર્લોભી, નિસ્વાર્થી-નિરાભિમાની ને નિઃસ્નેહી સમજેતો પોતે પણ એ સર્વે વિકારોથી રહિત થઇ જશે, આવાઅ તપસ્વી પુરૂષો તો બહુ મોટા છે. એમની આગળ લાખો માણસો હાથ જોડીને ઉભા રહે છે. તો પણ સંસારી સુખોને લેશમાત્ર ઇરછતા નથી. જેવો આ જીવને પોતના દેહાદિક સબંધીને વિષે દ્રઢછે. એવો જ પ્રસંગ આવા સંતિના વિષે જો થાય તો? સમુળગુ જીવનનુ ત્રિવિધ દુઃખ ટળી જાય, અને મોક્ષનુ દ્રાર ઉઘાડુ થઇ જાય,
      કરોડૉ વંદન છે.ભગવાનશ્રી વાળીનાથજીને આ દિવ્ય સાકાર રસઘન મૂર્તિ પરમ પૂ. વિરમગિરિજી બાપુશ્રીએ પ્રગટ કરી જેમણે રબારી સમાજ અને માનવ જાતિનુ શ્રેય સાધવા અધિભૌતિક, અધિદૈવિક અને આધ્યાત્મિક જવાલ મુખીઓના લાવારસથી ધીકતીધરા પર એક વિશાળ શાન્ત, શીતળ અને નિર્મળ અમૃતની ગંગાનો અસ્ખલિત પ્રવાહ વહેતો કર્યો અને માનવ જીવનના શુકસ અરણ્યમાં અને ભયંકર જંગલને વિષે આવા પરમ પૂ. સ્વામીશ્રી વિરમગિરિજી બાપુશ્રી જેવા મહાઋષિઓને દયા પ્રગટ થઇ જેમ ભારતની અને વિદેશની સર્વ સંસ્કૃતિઓમાં અવતારો અને વિભુતિ મહાપુરૂષો પયગમ્બરો અને ઓલિયા મહાપુરૂષો પ્રગટ થયા એમ પરમ આદરણીય પૂ. ગુરૂદેવશ્રી વિરમગિરિજી બાપુશ્રી પ્રગટ થયા, અને સૌને સહુ પ્રકારે સદાને માટૅ સુખિયા કરી દીધા, કોટી જય, કોટી તપ, કોટી વ્રત, કોટી દાન અને કોટી સાધનોથી આવા પુરૂષોના દર્શન પ્રુથ્વી ઉપર અશકયજ છે. પરંતુ આ પરમ કૃપાળુ શ્રી વાળીનાથ ભગવાનની ધરા ઉપર પધાર્યા એ મોટુ સદ્દભાગ્ય જ ગણાય.
      કોઇને પ્રશ્ન ઉદ્દભવે કે આવા ભગવાન સમાન જ્યોતિર્ધર મહાઋષિઓ આવી અરણ્યભૂમિ ઉપર કયાંથી આવીને બિરાજમાન થયા? અને શા માટે? માનવ જીવનમાં જેમ ચડતી-પડતી સુખ દુઃખ આવે છે. તેમ સમાજમાં પણ ચડતી-પડતી આવે છે. "હું" પુરતી જ તેની દુનિયા મર્યાદિત હોય છે. કુટુંબને શું જોઇએ? સમાજને શાની જરૂર છે? તેનો કોઇ વિચારજ કરતુ નથી. કોઇના જીવનમાં ધ્યેય હોતુ નથી શું કરવાનુ તેની ખબર હોતી નથી. બધે જ અંધારૂ છવાયેલું હોય છે. ખાઓ પીઓ અને મજા કરો. આનાથી વધુ દૂર કોઇની દ્રષ્ટિ જ નથી પહોંચતી "ઋણં કૃત્વા ધ્રુતં પિબેત્ " આ ચાવાર્કના મતને વળગીને લોકો ચાલતા હોય છે. આવા સમાજમાં અર્થપ્રધાન વધતુ હોય છે. અને હળવે હળવે ધ્યેયનિષ્ઠ જીવન ખલાસ થતુ જાય છે . ભારતીય સંસ્કૃતિમાં એક સમયે આવો સમાજ થયો હતો, સમાજના આગેવાનો નેતાઓ રાજકીય ધુરંધરો સમાજના જે અધર્મ વૃતિવાળા બધા જ ભોગવાદી બને છે. સારૂ ખાવાનુ અને રોટલો અને ઓટલો મળૅ હવે બીજુ શું જોઇએ? આવી વૃતિવાળો બહુ મોટૉ સમાજનો એક વર્ગ હતો, રોટલો અને ઓટલો મળૅ એથી શું? એમાં શું કૃત્ય કૃત્યતા છે? પૂજય સંતો તો એમ માને છે. કે કુતરાને પણ ખાવા માટે રોટલો અને પડી રહેવા ઓટલો મળે છે જ. સમાજના પહેલા વર્ગના લોકો રાજધ્વારી વર્ગ જયારે ભોગ જીવનને સર્વસ્વ સમજે ભાવ જીવનને મહત્વ ના આપતાં ભોગને જ પ્રધનતા આપે, ત્યારે નકકી સમજવુ કે તે કાળ બગડી ગયો છે. પછી ભલે ને હજારોની સમ્ખ્યામાં લોકો મંદિરે જતા હોય પરંતુ જે કાળમાં ધ્યેયનિષ્ઠ જીવન નથી, ભાવ જીવનને સ્થાન નથી તે કાળ બગડેલો કાળ છે. અને એવા જ કાળમાં સંતો જ સાચી વિરડી સમાન છે.
      તરૂવર સરોવર સંતજન ચોથા વરસત મેહ, પરમાર્થ કે કારણે ચારોને ધરીયા દેહ.
      વૃક્ષ કોઇ પથ્થરથી મારે તો એના વળતા જવાબમાં એ ફળ આપે છે. સરોવ પણ પશુ પક્ષી અને જીવસૃષ્ટિ માટે જ પાણીનો સંગ્રહ કરે છે. અને વરસાદ પણ સમગ્ર જીવસૃષ્ટિ અને વન્યપેદાશો જે માનવી વગેરેને ખુબજ ઉપયોગી છે. એવા ધન્ય ધાન્ય માટે જ વરશે છે. એજ રીતે સમગ્ર જગતના કલ્યાણ હેતુથી જ સંતો ભ્રમણ કરતા હોય છે અને માનવીઓને ધર્માચારની શિષ્ટતામાં રાખે છે. સંતો દ્રારા સમાજની ઘણી ઉંચી સેવા થઇ છે. સંતો એ સમાજને તપ દ્રારા ઘણુ આપ્યું છે. સમાજ માટે સંતોએ બહુ બલિદાન આપ્યુ છે. પરંતુ સમાજે સંતોની શી કદર કરી? જૂનાગઢના બજારમાં ભક્તરાજ શ્રી નરસિંહ મહેતાને એક તપેલી ઘી પણ નથી આપ્યુ. આપ્યુ છે તો માત્ર કષ્ટ અને કઠોર કસોટીની વેદના, માત્ર ત્રાસ સિવાય સમાજે આવા સંતોને કશું આપ્યુ નથી, અને છતાં કરૂણાના સાગર એવા સંતોએ સમાજના ઉધ્ધાર માટે પોતાને મળેલી જીદગીને તપસ્યા અને વૈરાગ્યની વેદીમાં હોમી દીધી. મીરાંબાઇને સંગ્રામસિંહે પોતાના મોટા પુત્ર સાથે વેવિશાળની માંગણી કરી, દુદાજી મેડતિયા પાસે મેવાડની મહારાણી બનાવવા માટૅ એ મીરાંબાઇ કેવા હતા? મીરાંબાઇ યુધ્ધમાં કુશળ હતાં મેવાડના એકદ યુધ્ધમાં આગેવાની પણ કરેલી, અઢાર વર્ષની વયે લગ્ન થયેલા અને ચોવીસ વર્ષની ઉંમરે યુધ્ધમાં મહારાણા ભોજનુ મૃત્યુ થવાથી વિધવા થયા, અને રાણા વનવીરે ત્રાસ આપી રંજાડવામાં આવ્યા એ તો જગવિખ્યાત ઘટના છે. અને તે સમયે મીરાંબાઇને મેવાડ છોડવુ પડેલુ અને મેવાડ કારમા દુકાળનો ભોગ બન્યુ. સંતો ને રંજડવાથી સમાજને પરમાત્મા ભયંકર દંડ આપૅ છે. છતાં માનવી અજ્ઞાનતા અંધકારને છોડી શકતો નથી. એ તો અત્યારે લોકો મીરાંબાઇના વારસદાર હોવાનીં ડંફાસો મારે છે.
      નરસિંહ મહેતાને એક વખત નાગરો એ ન્યાત બહાર મૂક્યા હતા. તો એની પાછલી પેઢીની એ પરિવરની શું દુર્દશા થઇ છે. તેનો ખ્યાલ કરજો. વડનગરમાં પુત્ર શામળશાની જાન લઇને ગયા ત્યાં જૂઓ અને માંકણવાળા અવાવરૂ ઘરમાં ઉતારો આપ્યો અને એ ગામમાં હાલમાં પણ એજ ઉતારાવાળી ઘરની જમીનમાંથી જુઆ અને માંકણનો નાશ થતો નથી , સંતોને રંજડવાનુ એ કર્મ ફળ આપવા કાયમ સક્રીય હોય છે. અને અથી જ્સંતો- ભકતોને પીડવાનુ કલંકરૂપી શ્રાપ સમાજને ખેદાનમેદાન કરી નાખે છે. મહાભારતના ધ્રુતરાષ્ટ્રે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણને વાત કરી કે મેં એવુ શું પાપ કર્યુ હતુ કે મારા સૌ પુત્રો એક જ દિવસે મારી સામે કમોતે મર્યા? ત્યારે ભગવાનશ્રી કૃષ્ણ જવાબ આપ છે કે હે ધૃતરાષ્ટ્ર તમેજ તમારી દ્રષ્ટિથી તમારા કર્મને જુઓ અને પ્રભુ તેને દિવ્ય દ્રષ્ટિ આપે છે. તેમાં તેણે જોયુ કે તેના પચ્ચાસમા જન્મે પારધી રૂપે એક સળગતી જાળ એક ઝાડ ઉપર ફેંકી એકસો પક્ષીઓ આગથી આંધળાં બની તરફડીને મરી જાય છે અને એના એ કર્મે તેને આ જન્મે આ કુફળ મળ્યુ. મહાભારતની કથાનો એક પ્રસં છે. કૌરવો અને પાંડવો વચ્ચે ભીષણ યુધ્ધ ચાલે છે. એવા સમયે દુર્યોધન અને કર્ણ બ્ન્ને વચ્ચે ચર્ચા થાય છે. કર્ણ દુર્યોધન ભીષ્મદાદાને સેનાપતિ બનાવીને ભૂલ કરી છે તેઓ ઘરડા છે. અને અર્જુન સામે યુધ્ધમાં તેમને ફાવટ નથી અથવા તેઓ પક્ષપાત કરે છે. તેમને આ વાતની ચોખવટ કરવી જોઇએ. આવુ સાંભળી દુર્યોધન ભીષ્મદાદા પાસે ગયો અને તેમણે કહ્યુ કે હે દાદા તમે પાંડવો સામે બરબર યુધ્ધ કરતા નથી. આમ ચાલશે તો અમારી સેનાનો વિનાશ થઇ જશે. આપણે હારી જઇશું. આપ પક્ષપાત કરો છો. આ વાતની ચોખવટ કરવી જોઇએ. આવુ સાંભળીને દુર્યોધન ભીષ્મદાદા પાસે ગયો અને તેમણે કહ્યુ કે દાદા તમે પાંડવો સામે બરાબર યુધ્ધ કરતાઅ નથી. આમ ચાલશે તો અમારી સનાનો વિનાશ થઇ જશે. અને આપણે હારી જઇશુ. આપ પક્ષપાત કરો છો. આ સાભળી ભીષ્મદાદાને ઘણો જ ગુસ્સો ચડ્યો, અને પોતાનુ થતુ અપમાન હડોહાડ લાગી આવ્યુ. તેમણે દુર્યોધનને કહ્યુ કે હે દુર્યોધન તને મારે કેવી રીતે સમજાવવો હુ યુધ્ધમાં પુર તન-મન્થી લડુ છુ. સવારથી સાંજ સુધી મારી કાયાનુ હીર નીચોવી નાખુ છુ.પરંતુ અર્જુન કેટલો બળવાન છે.અને એના સારથી કોણ છે? એ તુ જાણે છે? પણ હુ આ પળે જ પ્રતિજ્ઞા કરૂ છુ કે કાલે હુ પાંડવસેનાનો નાશ કરી નાખીશ. ભીષ્મદાદાની આવી પ્રતિજ્ઞાથી સમગ્ર કૌરવોની સેનામાં આનંદ છવાઇ જાય છે. જયારે પાંડવોની સેના ચિંતાતુર બની જાય છે. બધા જ યોધ્ધાઓ ગભરાઇ જાય છે. અર્જુન પણ હવે દાદા સામે યુધ્ધ કરવાની શક્તિ ગુમાવી બેઠો છે. બધાને નિરશ અને ગભરયેલ જોઇને સતી દ્રોપદી બધાને હિમંત રાખી શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણને શરણે જવાનુ જણાવે છે. શ્રી કષ્ણ પાડવોની છાવણીમાં પધારી હકીકત જાણી. દ્રોપદીને શ્રી કૃષ્ણ ભગીની કહીને બોલવીને કહે છે કે દાદા ભીષ્મ પણ એક મનુષ્ય દેહધારી છે.એટલે એમનુ મૃત્યુ પણ નિશ્ર્વિત છે જ. કોઇને ગભરવાનઈ જરૂર નથી. દ્રોપદી તમે મારી સાથે ચાલો રાત્રીના સમય દરમ્યાન ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રોપદી ભીષ્મદાદાની છવણી પાસે આવે છે. અને ગુપ્ત રીતે દ્રોપદી ને તંબુમાં પ્રવેશવાનુ કહે છે.અન બ્રહ્મમુર્હુતમાં જ દાદાના ચરણૉમાં ઢળી પડવા જણાવે છે. દ્રોપદી તંબુમાં પ્રવેશ કરે છે. અને ભીષ્મદાદના ચરણૉમાં ઢળી પડૅ છે. દાદા તેને અખંડ સૌભાગ્યવતીના આર્શીવાદ આપે છે. અને પરિચય પુછતાં દ્રોપદી હોવાનુ જાણતાં જ ભીષ્મદાદા દ્રિધામાં પડી જાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણની આચાલ હશે. તેવા વિચારોમાં ખોવાઇ જાય છે ત્યારે પરમાત્મા શ્રી યોગેશ્ર્વર કૃષ્ણ પ્રગટ થયા છે દાદા ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરતાં કહે છે કે પ્રભુ મને દર્શન આપવાની કૃપા કરી પરતુ આપે મને ઉંડી ચિંતામાં નાખી દીધૉ છે.પ્રભુ આ દ્રિધામાંથી આપ જ મને બચાવી શકશો, હુ આવેગમાં આવીને આવી પ્રતિજ્ઞા કરી ચુક્યો છુ. અને બીજીઍ તરફ અખંડ સૌભાગ્યવતીના આર્શીવાદ પણ આપી ચુક્યો છુ. હે લીલાપુરૂષોતમ પ્રભુ આપને આનુ સમાધાન કરવુ પડશે. મારા કયા પાપ કર્મથી આવા ધર્મસંકતમાં ફસાયો? ભગવાનશ્રી કૃષ્ણએ કહ્યુ કે હે ભીષ્મપિતામહ આપે કોઇ પાપ નથી કર્યુ. પરંતુ દ્રોપદીના ચીરહરણ સમયની આપની હાજરી પાપ કર્મનુ નિમિત બને છે. તેથી હવે આપશ્રીને દેહ છોડીને જ આબાબતે પાપમુક્ત બનવુ પડશે. અને આપ ઇરિછ્ત મોતનુ વરદાન ધરાવો છો. જો આપ ઇરછા કરો તો હુ કાલે અર્જુનના બદલે શીખંડિને યુધ્ધના મેદાનમાં આપની સામે મોકલુ .દાદા સહમત થાય છે આવી જ રીતે મહાપુરૂષો જગતન કલ્યાણ હેતુથી વિશ્ર્વ્ને વિષે ભ્રમણ કરી રહ્યા છે એ કોઇનો પ ુન્યનો ઉદય હોય છે. અથવા કર્મનો બદલો દેવા આ સંસારમાં વિચરતા હોય છે. જયાં જયાં પાપનું ભારણ વધી જય છે. ત્યાં પરબ્રહ્મ એવા પરમાત્મા એવી વ્યવસ્થા ઉભી કરે છે કે પાપ અને પુણ્યનો બદલો મળિ જ જાય છે.
      અને આવી ઉતમ પરમેશ્વરની વ્યવસ્થાના ભાગરૂપે પરમ વંદનીય પૂજય સ્વામીશ્રી વિરમગિરિજી શ્રી સદ્દગુરૂશ્રી તરીકે પધાર્યા હશે જ. આશરે વિક્રમ સંવત ૧૩૦૦ ની સદીમાં આધરતી ઉપર પધારેલા મહાન સિધ્ધ સંતોમાંથી એક સંતોમાંથી એક હતા. ઉતર અને પૂર્વમાંથી ઘણા તપસ્વી સંતો મહાપુરૂષોનુ ગુર્જરભુમિના પૂણ્ય પ્રતાપે આગમન થયુ છે. હિમાલયમાંથી મહાતપસ્વી સિધ્ધ સંતો વિચરણ કતા કરતાં ગરવા ગિરનાર તરફ પ્રયાણ કરતા અને આવા તપસ્વીઓનૅ જ્યાં જળ, જંગલ, જમીન અને જિજ્ઞાસુની યોગ્યતા જણાતી ત્યાં તેવા સંતમહાપુરૂષો પોતાનુ તપ-ધ્યાન-સત્સંગ માટેનુ કાયમી સ્થાન બનાવતા, જીવનમુકત મહાપુરૂષો પોતાની દિવ્યતા આ ધરાતલ ઉપર અખંડિત રાખવાનો પરમ સત્ય સંકલ્પ સાથે પરમ પૂ. ગુરૂદેવશ્રી આ ધરાતલ ઉપર પધારી પોતાની રિધ્ધિ સિધ્ધિને સંસારના ધર્મક્ષેત્રમાં સ્થાઇ બનાવી ખરેખર આપણા ઉપર કેવી અપાર કરૂણા કરી છે.
      એ સંતો દ્રર જેમને ભગવનશ્રી વાળીનાથજીનો પ્રગટ યોગ થ્યો હશે તેથી તો પરમ પૂ. ગુરૂદેવશ્રી બળદેવગિરિજી બાપુશ્રી અને પરમ પૂ. ગોવિન્દગિરિજી મહારાજશ્રીને પરમ વંદનીય એવા પરમ પૂ. મહંતશ્રી વિરમગિરિજી બાપુશ્રીના જીવનનો અહેસાસ અને પ્રગટ સૂચના પ્રગટાવી હતી.એથી તો પરમ પૂ. બળદેવગિરિજી મહારાજશ્રી પરમ પૂજય ગુરૂદેવશ્રીનુ જીવન વૃતાંત તથાપવિત્ર તિર્થક્ષેત્ર એવી વાળીનાથજી ભગવાનની ભૂમિ ઉપર જેટલા સદગુરૂ સંત મહાપુરૂષો તપસ્વી સંતો જે ઉતમ જીવન જીવી ગયા છે. એ વાત સંભળાવે છે.
      પરમ પૂજય વંદનીય સદ્દગુરૂદેવશ્રી સંવત ૧૨૦૦માં હરિયાણા પ્રદેશથી નીકળીને વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રની પાવવન ધરતી ઉપર પધાર્યા જેને ઝાલાવાડ પ્રદેશ તરીકે ઓળખાય છે. ત્યાં એક કંથારીયા ગામ આવેલુ છે. આવી પવિત્ર અને પુણ્યશાળી ભોમિમાં પૂજય સદ્દગુરૂદેવશ્રીએ નિવાસ કર્યો, આવી જે ભોમકાઓ છે. તે સંતો મહાપુરૂષો માટૅ આશીર્વાદ રૂપ હોય છે. ગિરિસૃંગો પાસે બેસવાથી જીવનમાં ધૈર્ય કેળવાય છે. સાગરતટે બેસવથી સાગર ગાંભીર્ય શીખવાડે છે. નદી, ઝરણા પ્રગતિ કારક સુંદર જીવનનો ઉપદેશ આપે છે. પુષ્પો માદકતા લાવી જીવનને સૌરભથી મહેંકતુ રાખી શકાય તેવો બોધપાઠ આપે છે. નિસર્ગ પ્રકૃતિ, માનવીની બુધ્ધી બદલે છે. જીવનનો દ્રષ્ટિકોણ બદલે છે. અંતરની ભાવનાને પુષ્ટ કરે છે. જીવનમાં જો પ્રભુ ભકિત લાવવી હોય તો આધ્યાત્મિક જીવન જીવવુ ભાવ અને નિષ્ઠાવાળુ જીવન જીવવુ હોય તો કુદરતી સંપતિ એવી પ્રકૃતિને પ્રેમભાવપૂર્વક નિરખો અને તેનુ જતન કરો, તેથી તો મહાપુરૂષો તપસ્વી સંતોના તપોવન જંગલોમાં હતા, આપણી આદર્શ ઋર્ષિ પરંપરાની વૈઇદિક સંસ્કૃતિનો ઉદ્દભવ- સર્જન જંગલો અને નદિઓ કિનારે જ થયેલ છે.