Vrukshu ni amulya kinmat Prev Next Index

-:વૃક્ષોની અમુલ્ય કિંમત :-      આજે આપણને વૃક્ષો ઉપર પ્રેમ નથી. ભલે આપણે બધા વન મહોત્સવોની ઉજવણી કરતા હોઇએ, વૃક્ષારોપણ કરીને ફોટા પડાવતા હોઇએ પરંતુ તે પાછળ ઉપયુક્તાની ભાવના છે. એક ફેશન છે. પર્યાવરણવાદી હોવાનો એક પાખંડી ડોળ છે. અથવા તમે વન અને પર્યાવરણ વિભાગમાં છો તો તમારે વૃક્ષારોપણ ના બહાના નીચે મોટા બીલો બનાવી અર્થ વ્યવસ્થા પોતાની બનાવવી છે. આપણો શુધ્ધ ભાવ નથી. જો શુધ્ધ ભાવ હોય તો રોજ બરોજ લાખો વૃક્ષોનુ નિંકદન કાઢી નાખવામાં આવે છે. પ્રદૂષણ ફેલાવી વન સંપતિને નુકશાન કરવામાં આવે છે. તે પ્રવૃતિને અટકાવવા પ્રયત્ન થવો જોઇએ. પરંતુ આ બાબતે કોઇ જ ગંભીર નથી. જયારે વરસાદ નથી થતો ત્યારે વનની કિંમત સમજાય છે. પરંતુ પરમાત્માની થોડી ઘણી અણધારી કૃપા છે. ત્યારે એ કુદરતને ભૂલી જવાય છે.
      નિસર્ગની સતત સાનિધ્યમાં રહી મહાનસંત પુરૂષો પોતાનુ જીવન પુષ્ટ કરતા. એટલે જ પૂજ્ય વંદનીય વિરમગિરિજી મહારાજશ્રી ઘણા સમય સુધી આ તપભૂમી ઉપર સાધના કરી. અને આ જગતના જીવોને માટે આધ્યાત્મિક સંદેશો લઇ ભગવાન શ્રી શિવજીને નમસ્કાર કરી. તેમની આજ્ઞા લઇને આદેશ મુજબ ઉતર ગુજરાતમાં ઉમાપુરી(ઉંઝા)સ્થાને આવી ધુણી ધખાવી તપસ્યા શરૂ કરી આ પવિત્ર ભુમિ ઉપર સિધ્ધસંતશ્રી ગણેશપુરીજી મહરજશ્રી તપ કરતા હતા. તેમન આગ્રથી પરમ પુજય વિરમગિરિજી મહારાજશ્રી પણ ત્યાં રોકાઇ ગયા, આ સિધ્ધ સંતશ્રી ગણેશગિરિજી મહરજશ્રી પણ મહાસમર્થ સં હત. તેઓશ્રી કાશીક્ષેત્રમાં શ્રધ-વિધિ-પૂજન કરી જમણ લઇ રહ્યા તેજ સમયે ઉંઝા ખાતેની તપોભુમીમાં પણ ભક્તો સાથે ભોજન લીધુ હતુ. ત્યાં પરમ પૂજય વિરમગિરિજીઍ બાપુશ્રી જે સમયે પધાર્યા એ સમયે જંદ્રાણા તરીકે ઓળખાતી વિઘર્મી જાતીના લોકોનો ખુબજ ત્રાસ વધી ગયો હતો. દરેક ક્ષેત્રમાં પુણ્યશાળી અને પાપાચારી વૃતિના માણસો વસતા હોય છે. સત્ય અને અસત્ય સાથે રહેવા છતાં અસત્ય જે છે. તે સત્યને આભડી શકતુ નથી, મા ઉમિયા એ પ્રેરણા કરીને શ્રી સદ્દગુરૂદેવને
      પ્રેરણા દ્રારા ત્યાં બોલાવ્યા હશે જ્યારે પાપીનો નાશ કરવા માટે મા ભગવતી એ પરમ પુજ્ય સદ્દગુરૂદેવશ્રીને નિમિતરૂપ બનાવવા હશે. આમતો મહાપુરૂષોએ નક્કી કરેલુ જ છે. કે હરિના હુકમ સિવાય પાંદડુ પણ હલિ શકતુ નથી. પરંતુ મા ઉમિયાના ભક્તોની ફળ મળવાનું હશે. અને એટલે જ પરમ કૃપાળુ પ્રેરણાતીર્થ પરમ પૂજ્ય શ્રી ગુરૂદેવજી આ ભૂમી ઉપર પધાર્યા હશે. ઉમાપુરી સ્થાને આસન જમાવ્યુ. આશ્રમનું વાતાવરણ રૂપ તપોભૂમી બનાવી સુંદર રમણીય બાગબગીચાવાળૂ પ્રાક્રુતિક સ્થાન બન્યુ. અને જિજ્ઞાસુ જનો ભક્તજનોની અવરજવર શરૂ થઇ. જ્યાં સંત મહાપુરૂષો નિવાસ કરે છે. ત્યાં બાગ બગીચા જરૂરથી બનાવે છે. વર્ષો પૂર્વેથી આ પ્રણાલિકા વિશ્ર્વ વિષે ચાલી આવે છે. હાલના સંજોગોમાં પણ જ્યા આશ્રમ, મઠ કે મઢી કે મકાન જ્યાં વૃક્ષોના હોય તે સ્થળ વેરાન- મશાણ જેવુ ગણી તેવા સ્થાનને વિષે સમ્તો નિવાસ કરતા નથી. પરમ પૂજયશ્રી સદ્દગુરૂદેવશ્રીની પ્રણાલિકા મુજબ હાલમાં પણ શ્રી વાળીનાથ ભગવાનની પવિત્ર ભૂમી બાગ-બગીચાઓ વડે શોભી રહી છે. પરમ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરિજીશ્રી તથા પરમ પૂજ્ય ગોવિન્દગિરિજી મહારજશ્રી પણ વૃક્ષોને ઘણુ વધારે મહત્વ આપે છે. એ પ્વિત્ર ભવનાથી કે આમાર વૃક્ષ ઉપર ખીલેલુ ફૂલ અમે ભગવાનને ધરીશુ. તે શુભ હેતુથી પોતે પણ સતત પરિશ્રમ અને દેખરેખ રાખતા હોય છે. ધીમે ધીમે પલ્લવિત ઉપર પવિત્ર હથનો સ્પર્શ કરે અને તેના પરિપાક રૂપે ખીલેલાં પુશ્પો ભગવાનશ્રી શિવજીને ઘરે શ્રી વાળીનાથ ભગવાનના ચિંતનમાં રત રહે નિસર્ગના સાનિધ્યને લીધે સાચા જીવનના રહસ્યનો દ્રષ્ટિકોણ બદલવાણી પ્રબળશક્તિ છે. એમ પરમ પૂજ્ય દાદા આઠવલે પણ સમજાવતા, ઝાડપાન અને ઝરણાં સૂર્યોદય અને સૂર્યાસ્ત ગિરિશ્રૃંગોની હારમાળા એમની પાસે અવશ્ય જવુ જોઇએ. એમના સાનિધ્યમાં રહેવુ જોઇએ. તેનાથી માનવીની વૃતિ બદલાય છે. તેથી આપણા ઋષિ મુનિઓ ગામમાં નહિ પણ જંગલમાં જઇને રહેતા. અને ઐશ્ર્વર્યમાં ગરકાવ એવા રાજા મહારાજાઓ પણ એવા મહાન ઋષિ-મુનીઓના દર્શન કરવા જતા . ગામ કે શહેરમાં સમાજમાં રહ્યા એટલે વ્યક્તિનો અહંકાર પોષવાનો, જ અમલદાર છુ. હું પ્રધાન છું હું જ્ઞાની છું મને માન મળવું જ જોઈએ. કારણ કે હુ ધનવાન છું. વગેરે વૃતિઓ સહજ ભાવે રહેવાનીજ છે. અને તેથી જ પરમ પૂજ્ય શ્રી ગુરૂદેવશ્રી વિરમગિરિજી મહારાજશ્રી નિર્જન એવા જંગલમાં જ મઢી બનાવીને કલ્યાણકારી તપ સાધના કરી છે સંતોમાં સમભાવ છે. તેવી જ રીતે વૃક્ષોમાં પણ સમભાવ છે એક વૃક્ષ નીચે સામાન્ય ખેડૂત કે પ્રધાન બેસે તો તેને મન બન્ને સરખા છે. બન્ને એવૃક્ષ છાંયો અને ફળ આપે છે. તેને કોઇ હર્ષ-શોક નથી, જંગલમાં રાજા મરી જાય તો જંગલનુ જીવન તેનુ તેજ રહે છે. પક્ષીઓનો કિલકિલાટ ચાલુ જ રહે છે. સૂર્યોદયનો આનંદ બધે એક સરખો હોય છે. એના લીધે વાતાવરણ ગમગીન નથી હોતુ. વૃક્ષને આપણી સંસ્કૃતિ ખુબજ મહત્વનું સ્થાન આપે છે. વૃક્ષને દેવ સમજીને તેનુ પુજન કરવામાં આવે છે. વૃક્ષો પોતે જ પોતાની રીતે જ પૃથ્વીના પેટાળમાંથી જીવનરસ ખેંચે છે. પોતે ટાઢ તડકો વેઠીને થાક્યા મુસાફરને વિસામો આપે છે. ક્ષુધાર્થને મીઠાં ફળ આપે છે. પથીક વિસામો લે મીઠાં ફળ ખાય અને પોતાના પ્રવાસે ચાલ્યો જાય, વૃક્ષની આભાર થેન્ક્યુની કોઇ આશા નથી કે નથી યાદ રાખો તેની અપેક્ષા નથી હર્ષ કે શોક, સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં કાયમ સ્થિર રહેવું. તેને કાપનાર ઉપર પણ ઉપકાર કરવો આ વૃક્ષની મહાનતા છે. એક વૃક્ષને કિંમત કેટલી? એ મહાપુરૂષો જ જાણૅ છે. આજે વરસાદ દોહલ્યા થયા તેનું કારણ વૃક્ષોનું નિકંદન છે. વૃક્ષની કિંમત જાણી નવાઇ લાગશેં મહાપુરૂષોની વાત તમારે સ્વીકારવી અઘરી પડશે? પોણા સોળ લાખનૂ એક પુખ્ત વૃક્ષ-ાધધ આટલા બધા રૂપિયાનુ વૃક્ષ? તેમ છતાં તેની અન્ય પેદાશોની ગણતરી તો થઇ જ નથી. એક વૃક્ષની કિંમત ૧૫=૭૦ લાખ રૂપિય આ કોઇ કપોળ કલ્પીત વાત નથી ઇન્ડીય સાયન્સ કોલેજ- કોલકતાના પ્રાધ્યાપક શ્રી ટી. એન. દાસે ઉંડૉ અભ્યાસ કરીને એક વૃક્ષની કિંમત નાણાંના સ્વરૂપમાં કેટલી આંકી શકાય તેની રસપ્રદ ગણતરી કરી છે. એ ગણતરી મુજબ મધ્યમ કક્ષાનું આવુ એક વૃક્ષ જેનુ ૫૦ વર્ષનુ આયુષ્ય ધરાવે છે. આ ગણતરી નીચે મુજબ છે.
      (૧) પ્રાણવાયુનુ ઉત્પાદનનું રૂ. ૨-૫૦ લાખ (૨) હવામાં પ્રદુષણને કાબુમાં રાખવાનુ રૂ. ૫-૦૦ લાખ (૩) જમીનની ફળદ્રુપતા તથા જમીન ધોવાણ અટકાવવાનું રૂ. ૨-૫૦ લાખ (૪) પાણીનુ ઉંચુ લાવવાનું તથા ભેજની જાળવણીનું રૂ. ૩-૦૦ લાખ (૫) પશુ-પક્ષીઓના આશ્રય સ્થાનનું રૂ. ૨-૫૦ લાખ (૬) જમીનમાં પ્રોટીન ઉમેરવાનું રૂ. ૦-૨૦ લાખ
      કુલ મૂલ્ય રૂ. ૧૫(પંદર) લાખ અને ૭૦ (સીતેર) હજાર થાય છતાં સ્વાર્થી ખાતર આવા કિંમતી વૃક્ષનો જડમળથી વિનાશ કરનાર માનવી વિચારશે ખરો? મહાપુરૂષો વૃક્ષો વાવવા માટે હલમાં મોટા મોટા અભિયાનો ચલાવે છે. વૃક્ષ છેદન પ્રવૃતિ અટકાવી જોઇએ. પૂર્વ આવા વૃક્ષના મહિમાનો કદાચ ખ્યાલ નહિ હોય પરંતુ સંત મહાપુરૂષો તો જાગ્રુત હતા જ અને તેથી જ ઋષિ મુનીઓના આશ્રમો મઠો મંદિરો જંગલમાં જ પ્રસ્થાપિત કરતા
      ''પરમ પૂજ્ય શ્રી વિરમગિરિજી બાપુ ''૧''
      જ્યાં પરમ પૂ. ગુરૂદેવશ્રીજી એ તપસ્યા શરૂ કરીએ ઉમાપુરી સ્થાનમાં જેમ પૂર્વે દેવ અને દાનવો વ્ચ્ચે લડાઇઓ ચાલતી હતી એમ સત્ય અને અસત્યનો ઝગડો ચાલુ જ હતો જે સ્થળના માણસોને અંદરો અંદર મેળ નથી અને મત મતાંતરમાં રાચતા રહે છે. એવા સ્થાને ભાઇચારો તો ક્યાંથી હોય? સહિષ્ણુતાનું તો નામ નિશાન હોતુ નથી. આવા જ પ્રશ્ર્નથી વિવેક હિન અને વિભ્રાંત થયેલો સમાજ વ્યાકુળતાના આરે પહોંચી ગયો હતો. વ્યભિચાર, વિલાસ, વિકૃતિઓ, વ્યાધિઓ, વ્યસનો, પામરતાથી પાંગળાપણુ, આતંકવાદ, બેફામપણુ, નિર્માલ્યતા,વિશ્ર્વાસઘાત ક્લેશ, કંકાસ, વેરઝેર, અસુયા, ખટપટ, દ્રોહ, ખુનામરકી જેવા દુર્ગુણોનું સામ્રાજ્ય હોય છે.