શ્રી વાળીનાથ ટ્રસ્ટ તમારું પવિત્ર સ્થાન પર સ્વાગત કરે છે

શિવધામ શ્રી વાળીનાથ મંદિર

તા. વિસનગર, જિ. મહેસાણા (ઉ.ગુ.)

પ.પૂ. બળદેવગિરિજી મહારાજ

કોઠારીશ્રી ગોવિંદગિરિજી મહારાજ

પ.પૂ. મહંતશ્રી જયરામગિરિજી ગુરૂશ્રી બળદેવગિરિજી મહારાજ

કોઠારીશ્રી દશરથગિરિજી ગુરૂશ્રી ગોવિંદગિરિજી મહારાજ

૫.પૂ.ધ.ધુ.૧૦૦૮ મહંતશ્રી બળદેવગીરીજી બાપુ ની જીવન યાત્રા

તેમના સૌ સંતો શિષ્યોમાં સૌથી ઉંમરમાં નાના એવા બાળયોગી સ્વરૂપે પરમ વંદનીય પ્રાત ઃસ્મર્ણીય શ્રી બળદેવગિરિજી મહારાજશ્રી દર્શનીય સ્વરૂપે હતા. તેઓ પૂ.શ્રીની ઉંમર બાર વર્ષની હતી. અખાડાના તમામ અનુભવી એવા વૃધ્ધ સંતોની પ્રેમદૃષ્ટિ નીચે ઉછરી રહેલા પરમ ભાગ્યવાન પરમ પવિત્ર પૂ. બળદેવગિરિજી મહારાજશ્રી વૃધ્ધ સંતોને આત્મ દર્શનની જિજ્ઞાસાવૃત્તિથી અનેક પ્રશ્નો પૂછીને જ્ઞાન મેળવતા અને શિવભક્તિ કરતા. આવા બાળયોગી સ્વરૂપ એવા પરમ પૂ. બળદેવગિરિજી મહારાજશ્રીની મહંતશ્રી તરીકેની યોગ્યતાથી બારવર્ષની નાની ઉંમરે તેઓ પૂ. શ્રીને શ્રી વાળીનાથ અખાડાની ગાદી અભિષેક-પૂજન વિધિ કરીને પરમ પૂજ્ય વંદનીય ગુરૂદેવશ્રી સુરજગિરિજી બાપુએ પોતાના એ દિવ્ય શિષ્યશ્રીને ગાદીએ બિરાજમાન કર્યા