મંદિર પ્રવૃત્તિઓ

શ્રી વાળીનાથ સંસ્થાની પ્રવૃતિઓ

શ્રી વાળિનાથધામ દ્રારા સંતો મહાપુરૂષોના પુરૂષાર્થથી અનેક પ્રવૃતિઓ ચાલે છે. સંતો મહંતોના આદર સ્તકાર સાથે ઉતમ સેવા ભક્ત સેવકોને ભોજન વગેરેની સારી સગવડ રહેવાની ઉઅતમ સુવિધા ગરીબો, અપંગો, અબાલ વૃધ્ધ સૌની નિરાધારોની ભેદભાવ રહિત નિઃસ્વાર્થ સેવા થાય છે. સંસ્થામાં આવતા જતા કે રહેતાં તમામને ઉદારભાવે સન્માન સાથે રાખવામાં આવે છે. બુધ્ધીહીન હોય અને અવારનવાર ભૂલો કરતો હોય એવા વ્યક્તિઓને પણ ઉદારતાથી ક્ષમા કરીને સેવામાં કોઇ ખામી રાખતા નથી , કોઇ બીમાર થાય તો તેને સારામાં સારી સારવાર આપવામાં આવે છે. દરેકને એક વાળીનાથના પરિવારની ભાવનાથી રાખવામાં આવે છે.ગાયો અશ્ર્વોની ખુબજ સારી સેવા થાય છે અન્નક્ષેત્ર, જ્ઞાનદાનમાં વિધાર્થી કોલેજ સુધી ના પુસ્તકો આપવામાં આવે છે પરમ પૂ. મહંત બાપુ શ્રી બળદેવ ગિરીજી મહારાજ શ્રીના વડપણ નીચે અને પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીના માર્ગદર્શન અને સંચાલન દ્રારા અનેક વિદ ઉતમ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. સરેરાસ રોજનો પંદર હજારથી વધું ખર્ચ થાય છે. સંતો સાધુ મહંતો સંન્યાસીઓને ભેટપૂજા વગેરે આપવામાં આવે છે. શ્રી વાળીનાથધામમાં અવારનવાર સૌ આનંદ લઈને જાય છે. શ્રી વાળીનાથ ધામ ખાતે અશ્ર્વશાળા અને ગૌશાળા સંસ્થા દ્રારા સ્વયં સંચાલિત ચાલે છે. એમાં લગભગ આઠથી દસ ઘોડીઓ છે.અને ૨૫૦ જેટલી ગાયો છે. ઘોડી રેમી જાતની છે. અને ગાયોકાંકરેજી ઓલાદની લાડકી નામથી પ્રખ્યાત છે. એક માણકી જાતની ઘોડી પૂજ્ય બળદેવગિરિજી બાપુને ખાખડી ગામના રબારી શ્રી રત્નાભાઇએ અર્પણ કરેલ છે. તેની ઓલાદ સંસ્થાની શોભામાં અભિવૃધ્ધિ કરે છે.
      શ્રી વાળીનાથના વડપણમાં ચાલતી સંસ્થાઓ શ્રી રણુજા ધર્મશાળા, શ્રી અંબાજી ખાતે ધર્મશાળાઓ પરમ પૂજ્ય બાપુશ્રીના માર્ગદર્શનની વડપણ નીચે ચાલે છે.દ્રારકામાં પ્રવેશદ્રાર પરમ પૂજ્ય બાપુની નિશ્રામાં તૈયાર થયું અને ચારધામમાંનું એક ધામ એવા દ્રારકાને અર્પણ કરવામાં આવ્યું એવી રીતે રણુજા ખાતે પણ પ્રવેશ દ્રાર બનાવીને અર્પણ કરવામાં આવ્યું છે.ઘણા મહાન કાર્યોનું નિર્માણ થયું છે. પૂ.અહંત બાપુના અધ્યક્ષ સ્થાને પાટણ ખાતે ગોપાલક કુમાર છાત્રાલય ચાલે છે.અને ગાંધીનગર ખાતે કન્યા છાત્રાલય પણ તેમના આર્શીવાર્દના પ્રતાપે કાર્યરત છે.
      ખેરાલુ તાલુકામાં વાઘવાડી ગામ પાસે બાણગંગેશ્ર્વર(બાણગંગા) માં પૂ. શ્રી મહંતશ્રી મગનગિરિજી મહારાજ તેઓશ્રી વાળીનાથધામના એક વરિષ્ઠ સંત છે. તેઓશ્રીની જવાબદારી સોંપવામાં આવી હાલમાં તેઓશ્રી વિકાસપૂર્વક પરમ પૂજ્ય મહંત બાપુશ્રીના વડપણને તે સંચાલન કરી રહ્યા છે. અને વર્તમાન સમયમાં પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીને અન્ય એક શ્રી માણેકનાથજીની જગ્યાના વિકાસ માટે એ મંદિરના અનુયાયીઓ દ્રારા વિનંતી કરવામાં આવી છે.પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીના સર્જનાત્મક આયોજનમાં શ્રી વાળીનાથ ખાતે ગંગા અવતરણનું એક ભવ્યાને દિવ્યુઅ સર્જન કરવામાં આવ્યું છે. ત્યાં દેશભક્તો સંતોની પ્રતિમાઓ દ્રારા સર્જનને રમણીયરૂપ આપી એક કલાત્મક અને પ્રેરણાત્મક હિમાલય દર્શન શ્રી વાળીનાથજી ચોકની ભવ્યતા વધારી રહેલ છે.પરમ પૂ. મહંત બાપુશ્રીની ભક્તિ અને પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીની સર્જન શક્તિ દ્રારા અલૌકિક વિકાસ થયો છે.તમામ વિકાસના જ્યોતિધર એવા પરમ પૂજ્ય વંદનીય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજ શ્રીનો મહિમા જેટલો વર્ણવીએ તેટલો ઓછો છે. પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની લોક હિતાર્થે સતત માળા અને ગીતાપાઠ ચાલુજ હોય છે. વિશ્ર્વભરમાં જો કોઇ ગ્રંથની જન્મજયંતી ઉજવાતી હોય તો તે શ્રીમદ ભગવદ ગીતાની જ ઉજવાય છે.શ્રીમદ ગીતાનો મહિમા સમગ્ર વિશ્ર્વમાં પથરાયેલો છે. તેના વિષેશ જ્ઞાનથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત છે. મહ્ર્ષિ વેદવ્યાસે કહ્યુ છે કે
      ગીતાં સુગીતાં કર્તવ્યા કિમન્યે શાસ્ત્ર વિસ્તરૈયઃ
      યા સ્વં પદમાનાભસ્ય મુખ પદમાધ્વિનીઃ સુતાઃ ।।
      સ્વયં ભગવા વિષ્ણુના મુખારવિંદમાંથી નીકળેલી ગીતાને ગાવા અને પાળવા જેવી મહા ફળદાયક પરમ કર્તવ્ય હોવા છતાં અન્ય ગડમથલમાં પડવાની શી જરૂર છે. ભગવાન શંકરાચાર્ય શ્રી કહે છે કે ગાન તો માત્ર ગીતાનું યોગ્ય છે. અને નામ તો યોગ્ય શ્રી વિષ્ણુસહસ્ત્રનામનું છે. ધ્યાન તો વારંવાર શ્રી પતીનું જ ધરવા યોગ્ય છે. ચિત તો સાચા સંતો સાધુંજનોના સંગમાં પરોવવા યોગ્ય છે. અને વીત દીનદુખિયાની આપવા યોગ્ય છે. આ પાંચ બાબતો પરમ્ પૂજય મહંત બાપુશ્રીમાં સમાયેલા છે. આધ્યાત્મિક એવા જગતમાં અદભૂત ક્રાંતિકારી મહાપુરૂષોના મહાપુરૂષ અને ગુરૂઓના મહાગુરૂ ભગવાન શ્રી કૃષ્ણ દ્રારા અપાયેલા ઉપદેશરૂપી ગીતા સમગ્ર માનવ સમાજના જીવનને જ્ઞાનથી આનંદથી સમતાથી સૌદર્યથી અભયતાને ભરી દેનાર અને જીવનને ઉન્નત કરવા સક્ષમ છે.
      દુનિયામાં બે સુપ્રસિધ્દ પુસ્તકાલયો એક ભારતમાં ચેન્નઈ ખાતે અને બીજું અમેરિકાના શિકાગો ખાતે છે. રવિન્દ્રનાથ ટાગોર અમેરિકા ગયા ત્યારે શિકાગોના વિશ્ર્વ સુપ્ર્સિધ્ધ પુસ્તકાલય જોવા ગયા. અને ત્યાં જઈ પુસ્તાકલય ના મુખ્ય અધિકારીને અહીં લાખો પુસ્તકો અને શાસ્ત્રો છે. હું આ બધાં તો વાચી તો શું પણ જોઇ પણ શકવાનો નથી તેથી આ બધા પુઅસ્તકો શાસ્ત્રોમાં તમને જે સૌથી વધારે મહત્વપૂઋન ગ્રંથ લાગતો હોય એ મને આપો તો હું એ વાંચવા અને જોવા ઇરછું છું . મુખ્ય અધિકારી ટાગોરજીને એક અલગ અને સુંદર સોહામણા ખંડમાં લઈ ગયા, ખબ વ્યવસ્થિત અને આદરપૂર્વક રખાયેલા બધા પુસ્તકોમાં પણ એક અલગ ઉંચા સ્થાને અત્યંત કિંમતી વસ્ત્રમા એક ગ્રંથ સુશોભિત હતો એ સમયે એ તેમને આપ્યો સુંદર રત્નજડિત મુખપૃષ્ઠવાળો અને પૂર્ણ આદરથી સચવાયેલો એ ગ્રંથ શ્રીમદ ભગવદગીતા હતો રવિન્દ્રનાથ ખુબજ હર્શિત થયા તેમને થયું કે વાહ અમેરિકામાં આટલી ઉંચી સમજના લોકો રહે છે. કે જેમને ગીતાનું મહાત્મય અને મહિમા જાણ્યો છે. કેવું છે એ દિવ્યગીતાનું જ્ઞાન માનવમાત્રનો સર્વાગી વિકાસ મર્યા પછી કોઇની કૃપાથી સ્વર્ગમાં જવાની વાતો નહિ, પરંતું જીવતાં જ પોતાનું સનાતન સુખ પામી લેવાનું ગીતાના જ્ઞાનને પરમ પૂજ્ય મહંત બાપુશ્રીએ આત્મસાત કર્યું છે. જેમનું દરેક ડગલું ગીતાના જ્ઞાનથી સભર છે. જેમનો જીવનવ્યવહાર ગીતામય છે. એવા પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની શ્રી વાળીનાથ ભગવાન પ્રત્યેની ભવ્ય આરાધના અને પરમ પૂજ્ય ગોવિંદગિરિજીની ભવ્યસેવા અને સંતોનો પુરૂષાર્થ સાચા સંતોનો નિત્ય આગમન આવો ત્રિવેણી સંગમ ક્યાંક ભાગ્યેજ જોવા મળે છે. પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી સતત સંતો ભક્તો સેવકોના આગમનની રાહ તા હોય છે. સંતો આવે ત્યારે પધારેલ સંતો પરસ્મ પૂજ્ય મહંત બાપુશ્રી પાસે બેઠા હોય અને કોઠારી બાપુશ્રી પોતે હૉલમાં સંતો માટે આસનની વ્યવસ્થા કરી નાખે, ચા પાણી દૂધ કૉફી જે સંતને જે જોઇએ તેની વ્યવસ્થા તેમજ સુવિધા તૈયાર કરી નાખે જ્યારે બપોરે કે સાંજે ભોજન પ્રસાદી લેવા મહેમાન સંતો બિરાજે ત્યારે પૂજ્ય કોઠારી બાપુની ચકોર દ્રષ્ટિ દરેકનું નિરિક્ષણ કરતી હોય દરેકને શું જોઇએ તે પ્રમાણે હુંકમો કરાતા હોય અને દરેકની ખબર રાખે પ્રેમથી દરેકને ભોજન પ્રસાદ આગ્રહ સાથે કરાવે એક દિ થાને મારો મહિમા અને સ્વર્ગ ભૂલાવું શામળા એ પ્રમાણે સ્વયં ભગવાનને પણ સ્વરગને ભૂલીને શ્રી વાળીનાથ ધામ ખાતે કાયમી નિવાસ કરી દીધો છે. જામનગરમાં બે ભવ્ય આશ્ર્અમો એક કબીર આશ્રમ બે આણદાબાબાનો આશ્રમ પૂજ્યશ્રી સ્વરૂપાદાસજી સાહેબને સંતો પ્રત્યે બહું જ ભાવ હતો એક દિવસ ટ્રસ્ટ્રીઓને બાપુશ્રીને સૂચના આપીકે બહારથી આવતાં શેઠ લોકો માટે જમવામાટે ડાયનિંગ ટેબલોની વ્યવસ્થા અને જેમના પુરૂશાર્થ દ્રારા ચાલતા આ આશ્રમના સંતો માટે જમવા નીચે બેસવાનું તેમના માટે પણ ડાયનિંગ ટેબની વ્યવસ્થા કરો અને તત્કાલિક ચારસો સાધુઓ બેસી જમી શકે એવા ડાયનિંગ ટેબલોની વ્યવસ્થા થઈ ગઈ આ મહાન ભારતના મહાન સંતોનો મહામહિમા છે. પરમ પૂ. કોઠારી બાપુશ્રીને પણ જો યોગ્ય રસોયા ના લાગે તો તાત્કાલિક બીજા રસોયાની વ્યવસ્થા કરી નાખે પરંતું ગમે તેવું ના ચલાવી લે આમ વ્યવસ્થા અને ઉતમ ભાવનાના ગુરૂત્વાકર્ષણથી ભક્તોની સતત ભીડ થતી રહે છે. પરમ પૂજ્ય કોઠારી શ્રી ગોવિંદગિરિજી બાપુશ્રી છયેક વર્ષની કુમળિ વયે ઇ.સ. ૧૯૪૪માં શ્રી વાળીનાથજીના સાનિધ્યમાં પધાર્યા એ સમયથી જ પુરૂશાર્થ અને પરિશ્રમ કરી ભવ્ય પ્રણાલિકા ગોઠવી અને શ્રી વાળીનાથ અખાડાનો ભવ્ય મહિમા વધાર્યો . આવા મહાપુરૂશો ભગવાનને નોતરૂ આપવા નથી જતા એમના આવા મહાન કરમયોગથી સ્વયં ભગવાન તેમની પાસેજ પધારે છે. મહાપુરૂષોના એવા ઘણા પ્રસંગો છેકે જ્યાં ભગવાન સ્વયં પધાર્યા હોય.

 

 

ભારતીય દિવ્ય સંસ્કૃતિના મહાન સંતોનો સંકલ્પ છે. સૌને પ્રભુના અખંડ ધામમાં સુખમાં રહેતા કરવાનો તેથી તે ભગવાને પરબ્રહ્મ સ્વરૂપ સંતોને પૃથ્વી ઉપર અખંડ વિચરતા રાખ્યા છે. અને આવા સંતોને જીવન સમર્પિત થાય અને સંતોના અભિપ્રાય પ્રમાણેની ભકિતમાં લીન થાય તો તે સંતોના સંકલ્પ પ્રમાણે હૃદયાકાશને વિષે અંતઃ કરણમાં સહેજે પરમાત્માનું પ્રાગટ્ય થાય પછી તે સેવક આનંદ- સુખમાં રહેતો થઇ જાય, આવો સંત માર્ગ-સનાતન માર્ગ માનવ-જીવન માટે ઉત્તમ-અનિવાર્ય છે.

 

ગીતા, ભાગવત, ઉપનિષદ જેવા શાસ્ત્રોમાં જીવ-ઇશ્વર માયા-બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ અનાદિ પરમ તત્ત્વો છે અખંડિત છે તે વાત ગુહરૂપે શાસ્ત્રોમાં છુપાયેલી છે. જ પરંતુ ધન્ય છે. પરમ પૂ. પ્રાતઃ સ્મર્ણીય ગુરૂવર્ય આદિ દિવ્ય સિધ્ધસંત સ્વામી શ્રી વિરમગિરિજી મહારાજશ્રીને કે જેમણે બ્રહ્મ અને પરબ્રહ્મની શ્રેષ્ઠ ઉપવાસના કરીને પરમ કૃપાળુ એવા શ્રી વાળીનાથ ભગવાન અને ભકતોની કલ્યાણકારી એવી સ્વયંભુવ અખંડધુણીને પ્રગટ કરી લોકહિતાર્થે દર્શનીય રીતે પ્રસ્થાપિત કરી આ સનાતન સત્ય સંઘ નિષ્ઠા સ્વરૂપે પ્રગટ છે.

 

શ્રી વાળીનાથજી ભગવાનના આ દિવ્ય અને પુનિત ધામના ઇતિહાસમાં મુનષ્યના સર્વ ધર્મો અને સિધ્ધાન્તોનો સમાવેશ થઇ જાય છે તંત્ર શાસ્ત્રના આધારે શ્રી શિવશકિત અને વર્તમાન સમયના પ્રગટ મહાપુરૂષોની યુગલ ઉપાસના શ્રેષ્ઠ અને અનિવાર્ય છે. જ શ્રી વાળીનાથજી ભગવાનની યુગલ ઉપાસનાના પ્રતિક સમા બે મહાપુરૂષોની આધ્યાત્મિક અને પ્રેરણાત્મક દ્રષ્ટિ અહી આલેખવામાં આવી છે. બન્ને ભિન્ન છતાં સરખા છે. બન્નેના ઉત્તમ કાર્યો એકબીજામાં ઓતપ્રોત છે. સંસ્થા વિકાસના સ્થંભ સમા બન્ને મહાપુરૂષો તપ અને શ્રમ આયોજન દ્વારા ઉત્તમોત્તમ જયારે બીજા શ્રેષ્ઠ શિષ્ય તરીકે શોભાયમાન છે.

 

પરમ પૂ. પ્રાતઃ સ્મર્ણીય ગુરૂદેવ અનંત વિભુષિત શ્રી ૧૦૮ મહંત શ્રી બળદેવગિરિજી બાપુશ્રી સદ્ગુરૂ છે અને પૂ. કોઠારી સ્વામીશ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રી આદર્શ શિષ્ય સ્થાને પ્રતિષ્ઠિત છે. બન્ને મહાનુભાવ મહાત્માઓ એકરૂપ અને અખંડ છે. બેય મહાપુરૂષો ભગવાન શ્રી વાળીનાથજીની શ્રધ્ધા ભકિતનું સૂચન કરે છે. અને આ જાગ્રત દિવ્ય દર્શનીય ધુણીને પ્રગટ કરનાર મહાપુરૂષોની ચેતના દ્રષ્ટિની સમાજને ઓળખાણ આપે છે. આવા મહાન સંતો સમ્રાટ છે. તેઓનું અસ્તિત્વ સ્વતંત્ર છે. તેઆ સર્વોપરી છે. સેવક અને સ્વામીની પરાભકિતનું દર્શન કરાવે છે. એક છે સ્વામી બીજા છે. સેવક બન્નેમાં અવિભાજય એકતાનાં દર્શન થાય છે. સ્વામીનું શરીર પરમ પૂજય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રીનું છે. જયારે સેવકનું શરીર પૂ. સ્વામીશ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રીનું છે એટલે સહેજે બન્નેના સહીયારા ધર્મકાર્યને અલગ કરી શકાય તેમ નથી.

 

આવી શ્રી વાળીનાથજી ભગવાનની શુધ્ધ ઉપાસનાની પ્રણાલિકામાં સામર્થ્ય પામેલા સંતેના જીવન દર્શનનો લ્હાવો ભકતો માટે પરમાનંદનો માર્ગ છે. સાચા સંતો સમાજ માટે પ્રકાશિત સૂર્ય સમાન છે. આવા મહાન સંતો સંતમાર્ગની અનિવાર્યતા સૂચવે છે. આવા સંતોનો ખરેખરો આશરો હોય તો જ શાસ્ત્રોમાં કહેલા ષડરિપુઓનો પ્રલય થાય છે. અથવા ષડઐશ્વર્યના રાગનો પ્રલય થાય છે. ષડરિપુઓ અને ષડ ઐશ્વર્યમાં કોણ ફસાયુ નથી ? તેથી ભકતો માટે અજ્ઞાન રાગને દુર કરવા માટે સાચા સંતનો સત્સંગનો પ્રસંગ અનિવાર્ય બને છે. સંતોની પ્રસન્નત માટે સમર્પણભાવ અનિવાર્ય છે. જેમ ડાબુ અને જમણું અંગ એકત્વથી વર્તે છે. શરીરના સમગ્ર તંત્ર સંચાલન માટે સમર્પણ ભાવથી ઉન્નત થાય છે. સંત મહાપુરૂષો સાથે ખરેખરા એકરૂપ બનીએ અને સમર્પિત બનીએ તેમજ તેમની સૂચના પ્રમાણે મરણિયા બનીને વર્તનમાં મૂકીએ તો સંપૂર્ણ આનંદરૂપ શ્રી વાળીનાથજી મહારાજશ્રીના કૃપાપાત્ર થઇ જવાય, અને અખંડ આનંદ પ્રાપ્ત થાય તેથી જીવન ન્યાલ થઇ જાય, શીવરૂપ બની જાય, એવી ઉચ ભાવના સંતોના સતસંગને વર્તનમાં ઉતારવાથી પ્રાપ્ત થાય છે.

 

બ્રહ્મરૂપમાં એક થઇ પરબ્રહ્મની ઉપાસના કરે અને કરાવે એવા સંતોનો આ ઉત્તમ ધર્મ આદર્શ છે. બ્રહ્મરૂપ એવા આ વંદનીય સંતો શ્રી વાળીનાથજી મહારાજશ્રીના પ્રતિક સમા છે. એવા તપસ્વી સંતો સાથે સમર્પિત બની સમર્પણ ભાવથી વર્તે તો કોઇ વ્યકિતને એ સંતોની અંતરની કૃપા પ્રાપ્ત થતાંજ સહજ આનંદ પ્રાપ્ત થાય છે દિવ્ય આનંદની અનુભૂતિ કરાવતા સંતો સંસારના ઉધ્ધારક હોય છે. પરમ પૂજય પ્રાતઃ સ્મર્ણીય શ્રી રામકૃષ્ણ પરમહંસના આશીર્વાદ-કૃપા-અંતરપૂર્વકના મળતાંજ પરમ પૂ. સ્વામીશ્રી વિવેકાનંદજી મહારાજશ્રીને દિવ્યશકિત અને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. અને તેઓ વિશ્વના શ્રેષ્ઠ મહાસંત તરીકે પ્રતિષ્ઠિત બન્યા અને એવા કેટલાય તપસ્વી જીવનમૂક્તો, પરમહંસો નો ભારતીય હિન્દુધર્મની પરંપરામાં અનુભવ પ્રસ્થાપિત છે. એવા આ સંતો શ્રી વાળીનાથજી ભગવાનની ઉપાસના-સાધના-તપનું સિધ્ધાન્ત રૂપે દર્શને કરાવે છે. જીવનને તપનો ઘડતરનો અથવા તો સુખિયા થવાનો સુંદર અને સરળ શ્રેષ્ઠ માર્ગ સૂચવી જાય છે માટે આ કોઇ લૌકિક આકૃતિ જ નથી, પણ સનાતન સિધ્ધાન્તની પ્રણાલિકાનું દર્શન કરાવનાર પરમ પૂજય પરમ આદર્ષીય અનંત વિભુષિત મહંતશ્રી ૧૦૦૮ શ્રી બળદેવગિરિજી મહારાજશ્રી બાપુ તથા પરમ પૂ. વંદનીય સ્વામીશ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રી સનાતન ધર્મના મૂલ્યવાન ધર્મભૂષણ તરીકે બિરાજમાન છે. જે અનુયાયી વર્ષના ભાસ્કર સમાન પ્રકાશિત છે.