ભગવાન

પરમ પૂજય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રી

તેમના સૌ સંતો શિષ્યોમાં સૌથી ઉંમરમાં નાના એવા બાળયોગી સ્વરૂપે પરમ વંદનીય પ્રાત ઃસ્મર્ણીય શ્રી બળદેવગિરિજી મહારાજશ્રી દર્શનીય સ્વરૂપે હતા. તેઓ પૂ.શ્રીની ઉંમર બાર વર્ષની હતી. અખાડાના તમામ અનુભવી એવા વૃધ્ધ સંતોની પ્રેમદૃષ્ટિ નીચે ઉછરી રહેલા પરમ ભાગ્યવાન પરમ પવિત્ર પૂ. બળદેવગિરિજી મહારાજશ્રી વૃધ્ધ સંતોને આત્મ દર્શનની જિજ્ઞાસાવૃત્તિથી અનેક પ્રશ્નો પૂછીને જ્ઞાન મેળવતા અને શિવભક્તિ કરતા. આવા બાળયોગી સ્વરૂપ એવા પરમ પૂ. બળદેવગિરિજી મહારાજશ્રીની મહંતશ્રી તરીકેની યોગ્યતાથી બારવર્ષની નાની ઉંમરે તેઓ પૂ. શ્રીને શ્રી વાળીનાથ અખાડાની ગાદી અભિષેક-પૂજન વિધિ કરીને પરમ પૂજ્ય વંદનીય ગુરૂદેવશ્રી સુરજગિરિજી બાપુએ પોતાના એ દિવ્ય શિષ્યશ્રીને ગાદીએ બિરાજમાન કર્યા.                                                                                           સંતોએ હર્ષોલ્લાસથી પુષ્પવૃષ્ટિ કરીને લધુમહંતશ્રીને ભાવપૂર્વક વધાવ્યા હતા. શ્રી વાળીનાથ ધામની પ્રગતિ સાથે ઘણા ઉત્તમ અને દિવ્ય કાર્યોથી ભક્ત- સેવક સમાજના શ્રધ્ધાના પ્રતિકરૂપે લોકહૃદયમાં શ્રધ્ધા-ભક્તિનું સ્થાન પ્રાપ્ત કરીને ઘણા સમય સુધી શ્રી વાળીનાથ ઘામને ઉજવળ કિર્તિ પ્રદાન કરનાર પરમ પૂજય પ્રાતઃસ્મર્ણીય, વંદનીય, ગુરૂવર્ય મહંતશ્રી સુરજગિરિજી બાપુશ્રી સંવત ૧૯૯૬ના શ્રાવણ વદ પાંચમના પવિત્ર દિવસે આ લૌકિક દેહનો ત્યાગ કરી સમાધિષ્ઠ થયા. પરમ પૂજ્ય પ્રાતઃસ્મણીય ગુરૂદેવશ્રી ૧૦૮ મહંતશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી નાની ઉંમરના હતા. પરમ પૂજ્ય સ્વામીશ્રી મહાદેવગિરિજી કોઠારી બાપુએ વહીવટ હાથમાં લીધો. પરમ પૂજ્ય મહંત બાપુશ્રીને અભ્યાસ કરાવવો અને વિશાળ જગ્યાનો સફળતા પૂર્વક વહીવટ કરવો, સંપૂણ દેખરેખ સાથે પરિશ્રમ પૂર્વક કારભાર કરતા પરમ પૂ. કોઠારી સ્વામીશ્રી તેમજ અન્ય સંતો સૌ સદ્ભાવ-પૂર્વક શ્રી વાળીનાથ ઘામની સેવામાં સહભાગી હતા.

પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજીને ધર્મસેવા વિભુષણનો ઇન્કલાબ

      પરમ પૂજ્ય પ્રાતઃ વંદનીય મહંતશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીની જેમજેમ ઉંમર વધવા લાગી તેમતેમ રબારી સમાજ તેમજ અન્ય સેવકોમાં જ તેમના માન પ્રતિષ્ઠા વધવા લાગ્યા. તેમના ભક્તિમય દિવ્ય કાર્યોથી ભક્ત સમાજમાં ક્રાંતિ છવાઇ ગઈ. નિર્મળ ગંગા સમાન પવિત્ર જીવન લાખો ભક્તોને તેના પ્રેરણત્મક બનવા લાગ્યું સાથે આયોજનબધ્ધ મંદિરની વ્યવસ્થાને અને ઉતમ વહિવટ રાખતા પરમ પૂજ્ય પ્રાતઃસ્મર્ણીય કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી મહારાજશ્રી પણ શ્રી વાળીના ધામના વિકાસને આગવું રૂપ આપવા લાગ્યા. આવા સુંદર પવિત્ર અને ભક્તિમય સમયે પરમ પુજ્યશ્રી કૃષ્ણાત્મજ મહારાજશ્રીના સહવાસમાં રહી ઉતમ ઉપદેશ મેળવીને પરમ પૂજ્યશ્રી ચરણગિરિજી મહારાજશ્રી અવધૂત શ્રી વાળીનાથ પધાર્યા. અને અખાડાની પ્રણાલિકા મુજબ ભેખ ધારણ કરીને શ્રી વાળીનાથની પવિત્ર શોભામાં અભિવૃધ્ધિ કરવા લાગ્યા પરમ પૂજ્ય અવધૂતશ્રી ચરણગિરિજી મહારાજશ્રી શ્રી ગણપતિ પૂજાને ખુબજ મહત્વ આપતાં તેમજ દિપમાળ અને કિડીયારું પુરવાના ખુબજ હિમાયતી એવા ગરીબો તેમજ પ્રાણીઓ પ્રત્યે ખુબજ કરૂણા રાખનારા પૂજ્ય અવધૂત શ્રી યજ્ઞાદિ કાર્યોને ખુબજ મહત્વ આપવા લાગ્યા. તેમની વ્યક્તિ પરખ ઘણી ઉંચી હતી તેઓ શ્રી એ કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી મહારાશ્રી અને પરમ પૂજ્યશ્રી રાજગિરિજી તથા પરમ પુજ્ય શ્રી આનંદગિરિજી તથા પરમ પુજ્ય મગનગિરિજી તથા પરમ પુજ્ય હિરાગિરિજી તથા પરમ પૂજ્યશ્રી વસંતગિરિજી વગેરે સંતોમાં પ્રભુતા પારખી અને એ દિવ્ય સંતશ્રીએ શ્રી વાળીનાથમાં સાધના શરૂ કરી એવા સમયે એક વિધાર્થી અવસ્થામાં ગૂમતા એવા પ્રભાવશાળી બ્રહ્મચારી મહારાજશ્રી પરમ પૂજ્યશ્રી ગુરૂદેવશ્રી મહંત બાપુશ્રીને પરમ પૂજ્ય કોઠારી સ્વામીશ્રી અને પરમ પૂજ્ય અવધૂતજીને ભેટી ગયા. તેમને શ્રી વાળીનાથ પધારવા કહ્યું અને તેશ્રી ત્યાં પધાર્યા અને ગુજરાતમાં સૌ પ્રથમવાર ચાતુરમાસ તેમણે શ્રી વાળીનાથજીની નિશ્રામાં કર્યો. તેઓશ્રી ખુબ વિદ્રવાન હતા અને તેમની પવિત્ર અમૃત વાણીથી કથા પ્રવચન દ્રારા ભક્ત સમુદાયની શ્રધ્ધા વધારી હતી તેમનું નામ પરમ પૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદશ્રી પરમહંસ છે. અને તેઓ પૂજ્યશ્રીએ કાશીમાં વેદાન્તના આચાર્યની પદવી મેળવી વેદાન્તચાર્ય બન્યા હતા. પરમ પૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજી વેન્દાતાચાર્યે શ્રી વાળીનાથ અષ્ટક સંસ્કૃત ભાષામાં રચીને આરતી થાળ વગેરે બનાવીને ભક્તોના હિત માટે પરમ પુજ્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રીને અર્પણ કર્યા હતા. શ્રી વાળીનાથજીની કૃપા મૅળવીને તેઓ શ્રી એ પાછથી ખેડા જિલ્લાના પૅટલાદ પાસેના દંતાલી ખાતે એક મોટા શ્રી ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના કરી અને આજે તેઓશ્રી પુરાવિષ્ર્વમાં ક્રાંતિકારી સંત તરીકે પ્રખ્યાત છે. આજે પણ તેઓશ્રી પરમ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરિજીના નિર્મળ અને પાવન એવા શ્રેષ્ઠ જીવનને પોતાના વિચારોથી પ્રવચનોમાં વ્યક્ત કરે ચે. પરમ પૂજ્ય અવધૂતશ્રી ચરણગિરિજી મહારાજશ્રીના મુબંઇ તેમજ સૌરાષ્ટ્રમાં ઘણા સેવકો છે. તેશ્રી બ્રહ્મલીન થયા. ત્યારે તેમની શ્રી વાળીનાથ સમાધિ સ્થાને સમાધી આપવામાં આવી અને તેમની યાદમાં પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીએ મોટા ભંડારનું આયોજન કર્યું હતું. પરમ પૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં હજારો સંતો ભક્તો અને સેવકોએ ભંડારા મહોત્સવમાં ભાગ લીધો હતો. આમ પરમ પૂજ્ય ગુરૂવર્ય બાપુશ્રી બળદેવગિરિજી મહારાજ અને પરમ પૂજ્ય કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી મહારાજશ્રી તથા સૌ સંત મહાપુરૂષોના પુરૂષાર્થથી અને સાધના દ્રારા શ્રી વાળીનાથ ધામ દિવ્ય અને પ્રકાશિત બનવા લાગ્યું આવા મહાન નિર્ણાયક અને મેઘાવી પ્રતિભાસંપન્ન મહાસંતો ત્યાં બિરાજી ભવ્ય પુરૂષાર્થ કરી આ દિવ્ય સંસ્કૃતિ અને ભવ્ય પ્રણાલિકાને સાચવી રાખવા માટે શું જહેમત ઉઠાવે છે તેતો સૌએ જાતે જઈને જુએ અને ત્રીજી આંખ જ્ઞાનચક્ષુ ખોલીને અનુભવ કરે ત્યારે જ ખબર પડે. આવા નચિકેતા જેવા મહાપુરૂષોને શુ આમાં સ્વાર્થ હોય જરાય સ્વાર્થ નથી નિસ્વાર્થભાવે જબરજસ્ત તથા ભવ્ય કાર્યો જોઇને માણસો વિસ્મય પામી જાય છે આવું સૂંદર સેવાનું ધર્મ કાર્ય જોઇ ખુદ જગતગુરૂ શ્રી શંકરાચાર્ય પરમ પુજ્ય પરમ સત્યેશ્ર્વર એકતા અને એકેશ્ર્વર વાદના પ્રણેતા શ્રી શ્રીન અભિનવ સચ્ચિદાનંદ તિથૃ સ્વામીશ્રી દ્રારકા શારદા પીઠાધીશ્ર્વર શ્રીએ શ્રી વાળીનાથ ખાતે પધારીને પરમ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરીજી બાપુશ્રીને “ધર્મસેવાભૂષણ” ઇલ્કાબ અર્પણ કરી સવંત ૨૦૩૬માં સન્નમાનિત કર્યા હતા. અવાજ નિર્માણની પ્રણાથી રંગાયેલા પરમ પૂજ્ય મહંત શ્રી બાપુશ્રીને સનાતન ધર્મની ઉતમ સેવા બદલ બીજો ઇલ્કાબ પરમ પૂજ્ય પરમ આદરણીય સત્યેશ્ર્વર એવા શ્રી પરમ પૂજ્ય જગતગુરૂશ્રી શંકરાચાર્ય શ્રી જ્યોતિશ પીઠાધિશ્ર્વર સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતિજી દ્રારકા શારદાપીઠ દ્રારા ધર્મ વિભૂષણ પદવી પ્રદાન કરી હતી. આવી ભવ્ય અને સન્નમાનિત પદવી મેળવવી એ સામાન્ય વાત નથી. સનાત સેવા એટલે એનો અર્થ ઘણોજ ગહન અને વિશાળ છે. અને એ કાર્ય પણ ખુબજ કઠીન છે. આવું કાર્ય વિશ્ર્વમાં નચિકેતા જેવા કોઇ સમર્થ કરી શકે. સનાતનનો અર્થ કબીર સાહેબે ખુબજ સુંદર રીતે વર્ણવેલો છે. સર્વેતનોમાં વસી રહેલું પરમ તત્વએ હું છ અને એ ચૈત્યનની ખોજ કરે અને એ રીતે જ વરતન અને વાણી રાખે. જોકે મહાપુરૂષોએ સનાતનને આત્મારૂપે વર્ણવેલા છે. છતાં તેનું વર્ણન તો થઈજ શકે તેમજ નથી. પરંતુ આચરણ અનુભવમાં પ્રસરેલુ આત્મજ્ઞાન ઍટલે સનાતન.
                                                                                         જ્ઞાન સોઈ જો આત્મચિહ્ને અવજ્ઞાન કશું નહિ.
                                                                                         ચાર દિશાકે સોડકે આસરા મગ્ન રહે મન માહિ.(કબીર)
      એવું જ ઉતમ આત્મજ્ઞાન પરમ પૂજ્ય સદ્દગુરૂદેવશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીએ સેવક સમાજમાં ભક્તિ દ્રારા પ્રસરાવ્યું. કોઇપણ રાષ્ટ્રની સાચી સંપતિ સંતો જ હોય છે. તેઓ જે સમયે પ્રગટ થાય છે. એ એમના જન સમુદાય માટે એમનું જીવન જ સાચુ માર્ગદર્શન હોય છે. પૂજ્ય સંતશ્રી આશારામજી બાપુ કહે છે કે ભગવાનના દર્શનથી પણ વધારે લાભ ભગવાનના ચરિત્રો સાંભળવાથી મળે છે અને તે કરતાં પણ સાચા સંતોનું જીવન ચરિત્ર-વાંચવા-સાંભળવાથી વધારે લાભ થાય છે. વિશ્ર્વના કલ્યાણ માટે જે ધર્મની આવશ્યકતા હોય છે, એનો આદર્શ રજુ કરવા માટે સ્વયં ભગવાન જ તત્કાલીન સંતોના સ્વરૂપે પ્રગટ થઈને આવશ્યક લીલા કે ઉપદેશ દ્રારા માનવ સમાજને ધર્મ પ્રત્યે જાગૃત રાખી ધર્માચરણ શીખવે છે. વર્તમાન યુગમાં આ દૈવી કાર્ય જે સંતો દ્રારા થઈ રહ્યું છે. એમાં આવા લોક હ્રદયમાં શ્રધ્ધાના સ્થાને બિરાજનાર પૂણ્યશ્ર્લોકી પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી એતલી ઉંચાઇએ છે કે શબ્દો દ્રારા વર્ણન કરવું અશ્ક્ય છે. ઘણા વિરાટકાર્યો કર્યા છે. અનેક વિરાટ કાર્યો થઈ રહ્યા છે. તમામ કાર્યો લોકહિત માટે છે. તેમની આ વિરાટ શક્તિના દર્શન કરવા માટે દિવ્યદૃષ્ટિ જોઇએ. દિવ્ય શક્તિ દ્રારા દિવ્ય કાર્યો થતાજ જાય છે. શ્રી વાળીનાથ ધામનો વધુને વધુ ભવ્ય વિકાસ થઈ રહ્યો છે. વધુને વધુ જનસંખ્યા-જનશક્તિને શ્રી વાળીનાથ પ્રત્યે શ્રધ્ધા જાગી રહી છે. સંતોની ભક્તિ સાથે આતિથ્ય સત્કારની ભાવના કઠોર હ્રદયના માનવીને પણ શ્રધ્ધા પૂર્વક આકર્ષે છે. પ્રેમસભર સંતોના આવકાર નાસ્તિકને પણ આસ્તિકતા તરફ વાળે છે. અધર્મી પણ ધર્મભાવનાવાળો બની જાય છે. એવા કરૂણાના સાગર સંતો પરમ પૂજ્ય મહંતબાપુ શ્રી વાળીનાથ ભગવાન અને પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીના માર્ગદર્શન નીચે ઉતમ અને મહાન કાર્યોના ભાગીદાર બની જીવનને ધન્ય બનાવી રહ્યા છે.
      પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અનેક ભક્તોના આમંત્રણોને માન આપીને સતત સેવકોની લાગણીને મહત્વ આપી નાના મૉટા સૌને ઘેર પધારી ભક્તોના સતત સંપર્કમાં રહીને સત્સંગનો બહુમૂલો લાભ આપી રહ્યા છે. શ્રી ગીતાદોહન નામનો ધર્મગ્રંથ પરમ પૂજ્ય સ્વામીશ્રી કૃષ્ણાત્મજ મહારાજશ્રીએ જેની રચના કરી છે, તે ગ્રંથનું પુનઃ પ્રકાશન પરમ પૂજ્ય અવધૂતશ્રી ચરણગિરિજી મહારાજના સેવક પરિવારે કરેલુ એ વખતે વિમોચન-વિધિનો ભવ્ય કાર્યક્રમ મુંબઈ ખાતે રાખવામાં આવ્યો હને તે સમયે સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી પાડુંરંગ આઠવલ્લેજી મહારાજ જ્ઞાન-ભક્તિના ક્રાન્તિકારી ચિંતક પરમ પૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજશ્રી(દંતાલી) અને શ્રી વાળીનાથ ધામના પરમ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી જેવા મહાન સંતોનો ત્રિવેણી સંગમ થયો. (૧) કર્મભક્તિ પૂજ્ય આઠવેલજી (૨) જ્ઞાન ભક્તિ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી અને (૩) વૈરાગ્યભક્તિ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરિજી
      સમગ્ર માનવ સમાજમાં સ્વાધ્યાયનું મહત્વ પ્રદાન કરનાર કર્મ ભક્તિને સાસ્વતરૂપે પ્રગટ કરી સમગ્ર સનાતન ધર્મને સ્વાધ્યાય પરિવારરૂપે સમાજને સદ્દમાર્ગ બતાવનાર પરમ પૂજ્ય શ્રી પાડુંરંગ આઠવલે તથા ભક્તિ સાથે આધુનિક વિચારોનું ગઠબંધન કરાવી ક્રાન્તિકારી પ્રણાલિકા ઉભી કરનાર પરમ પૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજ અને વૈરાગ્યભાવના સભર નિર્મળ જીવનથી મુક્ભક્તિથી ભક્ત-સેવકોમાં શ્રધ્ધાનો ધોધ પ્રગટ કરનાર, પરમ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી આ ત્રણેય દિવ્યસંતોનું મિલન ઐતિહાસીક ઘટના ગણી શકાય, અને આવું મિલન અનેક ભક્તોની ભાવનાને ઢંઢોળીને દ્રઢતા આપનાર બની શકે છે. આને પવિત્ર ત્રિવેણી સંગમ કહેવાય.
      પરમ પૂજ્ય પ્રાતઃસ્મર્ણીય મહંતબાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીનો જન્મ મહેસાણા પાસેના મેવડ ગામે રબારીકુળમાં ખાંભલ્યા શાખના પવિત્ર અને પુણ્યશાળિ પરિવારમાં થયો હતો. પરમ પુનિત મહાન આત્માએ માનવદેહ પ્રભુકાર્ય માટે જ ધર્યો હશે અને તેથીજ બાલ્યાવસ્થાથીજ સંપૂર્ણ ભક્તિ પ્રત્યે, ભગવાન પ્રત્યે, શાસ્ત્રો પ્ર્ત્યે જાગૃતિ કેળવી. શ્રી વાળીનાથના ભક્તો પ્ર્ત્યે ભાવનાપૂર્વક દ્રષ્ટિ રાખી તેમના વિકાસ માટેના ઉતમ કાર્યો કર્યા, સમાજ માતે સતત માળા કરવા લાગ્યા, પહેલાના સમયમાં મુસાફરી માટે વાહનની સગવડો ન હતી ત્યારે ળદદગાડામાં કે ચાલીને પણ ભક્તોની ભાવના માટે પુરૂષાર્થ પૂર્વક ભક્તોના હિતમાં ભક્તોને ઘેર ઘેર જઈને તેમની ધર્મભાવનાને પુષ્ટ કરતા રહ્યા છે. આવા મહાન સંતોથી જ ધર્મ રક્ષાયેલો રહે છે. તેઓશ્રીના પવિત્ર સાનિધ્યમાં શ્રી વાળીનાથજીની સેવાંઆં પરમ પૂ. સ્વ. રાજગિરિજી, પરમ પૂજ્ય સ્વ. ચરણગિરિજી, પરમ પૂજ્ય ગોવિંદગિરિજી,પરમ પૂજ્ય મગનગિરિજી, પરમ પૂજ્ય વસંતગિરિજી,અવધૂત સ્વામીશ્રી રતિગિરીજી પરમ પૂજ્ય સોમગિરિજી,પરમપૂજ્ય દશરથગિરિજી,પરમ પૂજ્ય કિષ્ણાગિરિજી,પરમપૂજ્ય દલગિરિજી, પરમ પૂજ્ય કેવળગિરિજી,સ્વામીશ્રી કાનગિરિજી સ્વામીશ્રી કરશનગિરિજી વગેરે સંતો સેવા કાર્યમાં સક્રીય છે અને પરમ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રી અને પરમ પૂજ્ય ગોવિંદગિરિજી બાપુશ્રીની આજ્ઞાને અનુરૂપ સેવા કરે છે.

અલ્હાબાદ(પ્રયાગરાજ) કુંભ-મેળો

ધર્તીકા કાગજ કરું, કલમ કરું વનરાઇ,
      સાત સમુદ્રકી શાહી કરું, હરિગુન લીખ્યો ના જાય,
      આવા મહાપુરૂષોની ગાથા અને ગુણાનુવાદ ગાવા ખુદ સરસ્વતીજી પધારે તો પણ ભારતના મહાન સંતોના ગુણાનુવાદ ગાવા પોતાની અલૌકિક વાણી ઓછી પડે તેવા મહાન ધર્મ ધુરંધર તપસ્વી અને વિદ્રવાન સંતોને મહાસંમેલન એટલે કુંભ મેળો. અનાદિકાળથી વૈદિક યુગથી પરંપરાગત ચાલતો આવતો આ કુંભ મેળો એતલે મહાન સાધુ સંતોના દિવ્ય દર્શનનો એક અમૂલ્ય લાહ્વો. પવિત્ર સ્થાન દર્શન સત્સંગ ત્રિવૅણી સંગમ, જ્યાંન એક સાથે સમગ્ર ભારતના મહંતો, સંતો મહામંડલેશ્ર્વરો વગેરેનાં દર્શન થાય છે. આ કુંભનો મેળો દર ત્રણ વર્ષે અલગ અલગ એવા ચાર સ્થસ્ળો, હરિદ્રાર,પ્રયાગરાજ,ઉજજૈન, અને નાસિકમાં ભરાય છે. ઘણો મહિમા ધરાવતા આમેળાને ઘણી વિષેશતાઓ છે.
      અલ્હાબાદ(પ્રયાગરાજ) ખાતે ભરાયેલા કુંભ મેળામં શ્રી વાળીનાથ મંદિરથી અવધૂત સ્વામીશ્રી ચરણગિરિજી તથા કોઠારી સ્વામીશ્રી ગોવિંદાગિરિજી તથા સ્વામીશ્રી લક્ષ્મણગિરિજી તથા તરભ વાળીનાથ પાસે આવેલા ગામ હાજીપુરના મહંતશ્રી કાનપુરિજી મહારાજ તથા મક્તુપુરથી સ્વામી મોતિભારથીજી તથા શ્રી વાળીનાથથી સ્વામી સોમવારગિરિજી વગેરે અને મુંબઈ થઈ પરમ પૂજ્ય અવધૂતશ્રી ચરણગિરિજીના સેવકોએ વિનાયકભાઇ, અવધૂત સ્વામીશ્રી રતિગિરિજી મહારાજ સાથે પધારેલા તેઓ યોગાનંદ આશ્રમમાં ઉતર્યા. ત્યાં અલ્હાબાના કુંભ મેળામાં પરમ પુજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજીનો મિલાપ થયો હતો. આ કુંભમાં કોઠારી સ્વામીશ્શ્રી ગોવિંદગિરિઇ તથા અવધૂત સ્વામી ચરણાગિરિજી મહારાજનો વિજયાહોમ સંન્યાસવિધી કરાવી પરમ પુજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી હાજર ના હોવાથી યોગગુરૂ તરીકે હરિદ્રાર ગણપતગિરિ સંન્યાસ આશ્રમથી પધારેલા વિદ્રાવાન સંત શ્રી મહંત વૈદનાથગિરિજી મહારાજને શાખા આપી. તેઓશ્રી પંચ જૂનખાડાના મહંતશ્રી છે. તેમના શિષ્ય મહા તપસ્વી મહંત શ્રી સોહમગિરિજી મહારાજ જેઓ પંજાબમાં પતિયારામાં મોટી જાગીર ધરાવે છે અને સમગ્ર પતિયારા સ્ટેટ મહંત શ્રી સોહમગિરિજીને ગુરૂ તરીકે માને છે. અલ્હાબાદના મેળા પછી થોડા સમય પછી પરમ પૂજ્ય સોહમગિરિજી મહારાજશ્રી થોડા સંતો સાથે મિનિ લક્ઝરી બસ લઈને ગુજરાતમાં શ્રી વાળીનાથ ધામે પધાર્યા. તેમની સાથે હરિયાણા, પંજાબ,ઉતરપ્રદેશના મહાત્માઓ હતા. તેમને દ્રારકા,પોરબંદર,સોમનાથ વગેરે યાત્રા કરી અને પતિયારા પાછા ફર્યા.

હરિદ્રાર કુંભ -મેળો

      ઇ.સ. ૧૯૮૬માં હરિદ્રારા કુંભ મેળાનું આમંત્રણ આવ્યું તે પુનિત સમયે પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી સાથે રામપુરા(દામા) મઠના પૂજ્ય મહંતશ્રી કૈલાસપુરિજી બાપુશ્રી તથા થરા ઝાઝાવડા દેવવાળીનાથની જગ્યાના પૂજ્ય મહંતશ્રી શિવપુરી બાપુજી તથા વાલેર-ધાનેરાની જગ્યાના પૂજ્ય મહંશ્રી તોતાપુરિજી બાપુશ્રી તથા જીવાણાના પૂજ્ય મહંતશ્રી ગન્શ્યામગિરિજી મહારાજ મોટી મહૂડી પૂ. મહંતશ્રી ગંગાભારતીજી મહારાજ તથા ખૂચાવાડાના પૂજ્ય મહંત શ્રી લહેરભારતીજી મહારાજ તથા શ્રી વાળીનાથ કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી બાપુશ્રી તથા વૈદરાજ સ્વામીશ્રી ઉમાકાન્તપુરિજી મહારાજ વગેરે હરિદ્રારા કુંભમેળામાં પધાર્યા અને શ્રી ગણપતગિરિજી સંન્યાસ આશ્રમમાં ઉતર્યા. પરમ પુજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજ શ્રી તથા અન્ય પૂજ્ય સંત મહંતો શ્રી ગુજરાતથી પધાર્યા ચે. એવા સમાચાર છે પંચ જૂના અખાડા પીઠાધીશ્ર્ શ્રી સભાપતિ મહંત શ્રી સોહનગિરિજી મહારાજશ્રીને મળતાંજ તેઓશ્રી મળવા પધાર્યા અને પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી અને અન્ય સર્વે પૂજ્ય સંતોનું મહાન સન્માન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તેશ્રીનો ખુબ આગ્રહ હતો કે શ્રી વાળીનાથ માહંત બાપુશ્રી નું ભવ્ય સ્વાગત કરવું. પરમ પુજ્ય કોઠારી બાપુશ્શ્રી ગોવિંદગિરિજી મહારાજશ્રીએ અનુમતિ આપી. પરમ પુજ્ય સભાપતિ મહંત શ્રી સોહ્સ્નગિરિજીએ સ્વાગત માટેની સંપૂર્ણ તૈયારી કરાવી, પાંચ હાથી અગિયાર પાલખી અને બેન્ડવાજા સાથે પરમ પુજ્ય મહંત શ્રી બળદેવગિરિજી બાપુશ્રી સાથે સૌ મહંતો સંતોના ભવ્ય સ્વાગત માટે કનખલ રામેશ્ર્વર આચાર્ય જૂના અખાડાના આશ્રમથી હરિદ્રાર માયાદેવી શ્રી પંચ જૂના અખાડા સુઢી પાંચ કિલોમીટરથી પણ વધારે લાંબી શોભાયાત્રા દર્શન યાત્રાના રૂપે સાતેય અખાડાઓ ફરી ખૂબજ હર્ષોલ્સાહ સાથે ભવ્ય સન્માન થયું. મહાન સંતો દ્રારા ભવ્ય સામઈયું થયું. આવૂ ભવ્ય સ્વાગત સન્માન અને તે પણ કુંભ મેળામાં ભાગ્યેજ કોઇકોઇ મહાન સંતો મહંતશ્રીઓનૂ થતું હોય. આભવ્ય દર્શનનો અમૂલ્ય લાહ્વો એ જીવન સાર્થક થયાનો અહેસાસ કરાવી જાય છે. દરેક કૂમ્ભ મૅળામાં શ્રી વાળીનાથ મહંતશ્રી મહારાજશ્રીની પાલખી નીકળે તેવી કુંભ ચોપડે થયેલી છે. આવા ભેખધારી મહાસંતો જે સમાજમાં થયા છે તે સમાજ ભક્તિ ભાવવાળો ઉદાર ધર્મપ્રેમી,શૂરવીર છે. તેનો ઉત્પતિ યોગ ભવ્ય છે. શ્રી વાલીનાથજીને શિવજીને ભગવાન કૃષ્ણને અતિ પ્રિય એવા આ સમાજનો ઇતિહાસ અતિ દિવ્ય છે.

પરમ પૂજ્ય ગુરૂવર્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુ

      દુઃખોના મહાસગર સમાન ઝંઝાવાતી જીવનમાં એવો કોઇ સરળ માર્ગ છે આપણાં દિવેલીયાં મોઢા અને દેવાળીયા જીવનની પૂર્ણાહૂતિ કરી આપણા હૈયા અને હોઠને સદાય હસતાં રાખે? એવા કોઇ સંત આપણા હૈયાના ભૂંડા ઘાટ અને માનસિક સંકલ્પોના ઝેરી સંસ્કારોને અલગ કરી આપણા અંતરને મીઠી સુવાસથી ભરી દઈ આપણને નવજીવીત કરી શકે? ફૂલોના બગીચાની માફક પ્રેમાળ ભાવની સુવાસ ફેલાવતાં આપણા હ્રદય ક્યારે બનશે? હજારો વર્ષના તપના અંતે ઋષિમુનિઓ થાક્યા, સાધનાનો અંત આવ્યો અને યોગીની અવિશ્રાંત યોગ કળા પણ વિરામ પામી ગઈ છતાં પણ આપણે સાચો પુરૂષાર્થ કરીને કોઇપણ એવા સાચા સંતનું સાનિધ્ય પામી શક્યા નહિ તે વાસના ના ટાળી.ગાંધીજી કે વિનોબાજી જેવા મહાન સંતો એ ઘણા વર્ષો સુધી આપણા માટે સાધના કરી પણ નિર્વાસનિકપણાની ભાવના આપણા માં ના આવી, આપણૅ માત્ર કલ્પનાજ કરતા રહ્યા તો એ ઇન્દ્રીઓ અને અંતઃકરણનું સિધ્ધિ કરણ આ જન્મે જ નહિ પણ કેવળ બે ત્રણ વર્ષ માં શક્ય બને એવો કોઇ સરળ માર્ગ છે અથવા એવો કોઇ સમાગમ છે જેના ફળ સ્વરૂપે થોડાજ સમયમાં સુંદર પરિણામ આવે આ છે વૈજ્ઞાનિક વિકાસ અને ભૌતિક વિપુલતામાં રાચતા માનવીનો આપણા સૌનો આજનો પ્રશ્ર્ન? અને તેનો ઉતર છે એજ સંત સમાગમ માનવોના જીવનમાં અનિવાર્ય છે પવિત્ર પુરૂષનો સંબંધ અત્યંત આવશ્યક છે. કારણકે સંત એવી ભૂમિકામાંબ પુરૂષ છે કે જેના દર્શને પ્રભુના દર્શન થાય, જેની સેવા એ પ્રભુની સેવા થાય જેના સંગે મોક્ષનું દ્રાર ખુલે દરેક સંપ્રદાયમાં સંતોનો મહિમા અપરંપાર ગવાયો છે. કુરાને શરીફમાં પણ અનલહકરૂપ બનેલા પરમ પવિત્ર બનેલા મારફતી પુરૂષનું વર્ણન કર્યું છે અને એમને જ કલ્યાણ દાતા ગણાવ્યા છે. જૈન તત્વજ્ઞાન કર્મવાદ ઉપર આધારિત છે પણ મહાવીર પ્રભુના નવકાર મંત્ર ઓમ હરિહંતાણામ્… જેવા સૂત્રોનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે જેણે પોતાના અંતઃશત્રુનો સ્ત્રી,ધન અને માનની ભયંકર આસુરી વૃતિનો નાશ કરીને પ્રબ્વ્હુનુ સામ્રાજ્ય પોતાના હૈયાના વિશે સ્થાપ્યું છેબ અને સામ્રાજ્યની રસલાળ બીજાને સહેજે આપી શકે તેમ છે એ૪વા સંત પુરૂષોની પ્રણાલી ની સુંદર ભાવના મહાવીર સ્વામીએ મૂકી છે શ્રીમદ રાજચંદ્ર એવી એક સંત પ્રણાલીની સુંદર વાત મૂકી છે. તેઓ કહે છે અવિર્ધા અને અસ્મિતાની આપણી ભ્રાંતિ કોણ ટાળશે? આપણા જાણાપણાનો લય કરાવીને શૂન્યાઅવસ્થામાં લઈ જઈ આપણો સબંધ કોણ કરાવશે રાજચંદ્રે કહ્યું . ભગવાનના દૂત સમાન એક નિર્મળ પુરૂષ જોઇશ જ તેવા પવિત્ર પુરૂષ જે હોય તેમને હું વંદન નમસ્કાર કરૂ છું. આવી જ એક ઇસુ એ સંત પીટરને કરી હતી કે તમારે ખરેખર સુખીયા થવું હોય તો તમે બધા એક થઈને આવો ત્યારે ભગવાનનો દૂત એવો હું તમારા ઓપર કિઋપા કરીશ તો તમારા બુધ્ધિયોગ આવશે અને તમે સુખી થશો આ રહસ્ય દરેક સાસ્ત્રમાં નિહિત છે. સંત તુલસીદાસજી એ રામાયણામાં કહ્યું છે-રામ મિલનકે કારણે તુમ ભયો ઉદાસ, તુલસી સંગત ખોજલે રામ જિહ્નોકે પાસ, કબીર સાહેબ પણ બીજકના પાને પાને શ્રી સદગુરૂ સંતનોશિમા ગાયો છે અને પરમ સંત શ્રી વાળીનાથ નગર વિષે બિરાજમાન છે જેઓ આજે સીતેર વર્ષની સાધના પછી પણ અડીખમ સેવકોના શ્રેયાર્થ ગુરૂ શિષ્ય બંન્નેની પવિત્રતા, નિર્મળતા, સહિષ્ણુતા એવી ને એવી જ છે. પરમ પૂજ્ય ગુરૂવર્ય મહંત બાપુશ્રી ને ત્રણેક વરસની નાની ઉંમરે શ્રી વાળીનાથ ભગવાનના પવિત્ર ધામમાં મુકવામાં આવેલા અને ત્યારથી તેઓ પૂજ્ય શ્રી એ આજદિન સુધી ભવ્ય પુરૂષાર્થ કરી, માનવીઓ અને આશ્રમને ધન્ય બનાવી દીધા છે. આવા સાચા સંત પુરૂષોનો અચિત્ય મહાત્મ્યવાળી વાતો સાંભળૉ ત્યારેજ ખબર પડે જેણે પરમ પૂજ્ય મહંત બાપુશ્રીના સાનિધ્યમાં બેસી તેમની વાતો સાંભળી હોય તેને પરમ શાંત રસમય, અદભૂત,સત્સંગ, રંગતરંગના અવર્ણનીય આસ્વાદને ખડૉ કરી દઈ અભૂતપૂર્વ આનંદ અને શ્રેયમાં પ્રેરે તેમ છે. તેમની ભાષા સૈલી ખૂબજ સરળ અને સાદગી ભરી છે. એવા અનુભવી આ મહાપુરૂષમાં પ્રગટયોગ બળવાળા વચનો આપણા હ્રદયમાં સચોટ અસર કરી આત્મહીત અને આત્માનંદમાં પ્રેરવા સમર્થ થાય તેમ છે. અનાદિથી નીજ ઘરને ભૂલેલી નિંરંતર પળમાં પરિણમતી ચૈતન્ય પરિણામલક્ષી નિજગૃહ નિવાસ કરી સહજ આત્મા સ્વરૂપમય સાશ્ર્વત સુખ અને શાંતિમય, અદભૂત અનુભવ એવા પોતાના ઐશ્ર્વર્યને પામે તે માટે પ્રબળ અવલંબન જો કોઇ હોય તો તે સદબોધ કે સ્વભાવ પરિણામી આવી જ્ઞાન પુરૂષમાં શાંત સુધા રસમય બોધ વચન અને ઉપદેશજ છે.
     અહીં આત્મારામી મુનીવર બળદેવગિરિ પ્રભુશ્રી, કૃપાળુની આજ્ઞા ઉરધરી કરી વ્યક્ત શિવશ્રી ।।
      તમે ઉગાર્યા આ દુષમ કરી કાળે જન સહુ, કૃપા સિંધું વંદું સ્વરૂપ અનુભૂતિ સ્થિતિ સહુ, ।।
      કૃપાળૂની આજ્ઞા મુજ ઉર વિષે નિશ્ર્વય રહો, ગુરૂજ્ઞાની યોગ ભવજળ તણૉ અંત જટ રહો,।।
      સદા સેવી એના વિમલ વચનામૃત રૂતને, સદાનંદ ઘણેશ ભજે સદા આનંદ સ્વરૂપને ।।
      અંગુઠે સહુ તીરથ વસતા સંત શિરોમણી રૂપેજી, રણદીપ સમ દિપાવ્યો આશ્રમ આપ અલિપ્ત સ્વરૂપજી।।
      સમજી અત્યંત સમાયા સ્વામી કદીયે નહિ છલકાયાજી, અબળા બાળ ગોપાળ બધાને શિરછત્રની છાયાજી ।।
      સમજે સર્વે મનમાં એવો તુજ પર પ્રેમ વાળીનાથનોજી, પરમ કૃપાળુ સર્વોપરી છો હું તો સહુંથી નાનોજી ।।
      પરમ પ્રેમે મૂર્તિ પ્રભુજીની સહુ સ્વપને ના વિયોગજી, કાળ કરાળ, દયાળ નહિ જરી જડનો શો ઉપયોગજી ।।
      ઋતુ પર્વ સૌ વારેવારે આવે યાદી સૌ પ્રભુની આપેજી, આવી પ્રેમ મૂર્તિનું દર્શન ક્યાંથી શોક સગળા જે કાપેજી ।।
      પ્રભુના દર્શન સનમૂખ વિનતો, ક્યાંથી ઉમળકો આવેજી, સ્મૃતિ સરોવર નિર્મળ જેનું તેને વિરહ સતાવેજી ।।
      ત્રિવિદ તાપથી બળતા જીવો, વચન સુધારસ પીતાજી, સંત સમાગમ દર્શન પામી પારબધ્યે નહિ બીતાજી ।।
      સતયુગ સમ કાળ ગયો એ સૌને ઉરમાં સાલેજી, દૂર રહ્યા પણ દયા દૃષ્ટિ ઘણેશદાસજી નિહાળેજી ।।
      મન ,વચન, શરીરે પુણ્ય સુધા પ્રકાશે, ત્રિભુવન પણ જેને ઉપકારે વિકાસે ।।
      પરગુણ પરમાણુ ગિરિ જેવા ગણી જે, નિજ ઉર વિકસાવે સંત તે કેટલા રે ।।
      આત્મસ્વરૂપ સમ્યક પ્રકારે જેણે અનુભવ્યુ છે. સર્વત્ર જેની આત્મદૃષ્ટિ છે તેવા સંત પરમ પૂજ્ય મહંતશ્રીની મન વચન કાયાની પ્રત્યેક ક્રિયા અદભૂત મહાત્મથી આખુ વિશ્ર્વ શોભી રહ્યું છે શત્રુ પણ તેમને મિત્ર સમાન છે અવગુણીને તે અદભૂત પ્રભાવથી ઉતમતામાં પ્રેરે છે અને પ્રત્યેક પ્રાણીને તેઓ પોતાના આત્માનંદત્ર્હી ઉજ્જ્વળ કરી આત્મશક્તિનો વિકાસ કરે છે એવા અનંત ઉપકારી પૂજય બાપુશ્રી ઉમાપુરી ક્ષેત્રના શ્રી વાળીનાથા નગરમાં નિવાસ કરી સદબોધ સંસ્કારોને સમાજને સિંચન કરી રહ્યા છે. એકલી પૂર્વ દિશાઓમાં સૂર્યનો ઉદય થાય છે પરંતુ ચારે દિશાઓ પ્રકાશિત અને પ્રફુલિત થાય છે તેમ વિક્રમ સવંત ૧૯૯૬માં આસો સુદ બારસના શુભ પર્વે શ્રી વાળીનાથજી અખાડાની પવિત્ર ગાદી ઉપર પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બાલ્યવયે બિરાજમાન થાય છે. મહાભાગ્ય અનંત પ્રવાસી મહાપુરૂષના પાવન પગલાથી તરભ ક્ષેત્રેજ નહિ, પરંતુ સમગ્ર ભારભરમાં પરમ કૃપાળુ શ્રી વાળીનાથજીની ભક્તિનો મહિમા અને શ્રી વાળીનાથ ધામની કીર્તિનો ધ્વજ લહેરાવી દીધો છે.
      પહેલાનાં સમયમાં કોઇ ગાડીઓની સગવડ નહિવત હતી. એ વખતે ગામો ગામ માલધારી સમાજમાં ઘરે ઘર જઈને પોતાના પરમ ઇષ્ટ દેવો શ્રી વાળીનાથજી શ્રી ચામુંડા માતાજી અને શ્રી ગોગામહારની શક્તિનો મહિમા સમજાવી સર્વ મનુષ્યોને ભક્તિ ભાવ સમજાવી ભક્તિ તરફ પ્રેર્યા, છ છ મહિના સુધી પગે ચાલીને લોકોને ભક્તિનો ઉપદેશ કર્યો. માલધારી સમાજે પણ પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની ભક્તિથી પ્રેરાઇને તેમને ખુબજ ઉમળકાભેર આવકાર્યા. તેઓશ્રીની અસ્મિતા પ્રમાણે સ્વાગત પૂર્વક ગરિમા વધારી,પરમ પૂજ્ય મહંત બાપુશ્રી વહેલી સવારે બ્રહ્મમૂરતમાં ઉઠી નિત્યકર્મથી પરવારી ધ્યાનમગ્ન, ગીતાપાઠ,શાસ્ત્રોક્ત સ્તુતિ પાઠ વગેરે લગભગ દિવસના પ્રથમ પ્રહરની સમાધી સુધી પૂજાસેવામાં તલ્લીન હોય હાલ પણ ગામડે ગામડે જઈ સેવક સમાજને માનવતાના પાઠ સમજાવે અને આશ્રમ ખાતે બિરાજમાન હોય તો ભક્તવૃન્દ અવિરત પણે ચાલુજ હોય, દર્શનથી જે શ્રધ્ધાળુ ભક્તો કે સંતો આવે નાના કે મોટા હોય, ગરીબ કે તવંગર હોય બાળાઓ કે બાળકો હોય સંતો કે મહંતો હોય, સર્વને માટે એકજ સમાન ભાવના નાનામાં માણસન એ પોતપણાના ઉચ્ચ ભાવથી સરળતા પૂર્વક સારા સમાચાર પૂછે, સબંધવાળાની ક્રિયાકે સ્વભાવ જોયા વિના અંતઃકરણ પૂર્વક અહોભાવે નિર્માની પણે સેવા કરે છે એવા સેવાર્થી સાધકો જો દ્રઢતા રાખે તો મોટા પુરૂષની કૃપાથી આ જીવ તત્કાળ સુખી થઈ જાય છે. આજે પાંછઠ વર્ષથી શ્રી વાળીનાથ નગરની પવિત્ર ગાદી ઉપર બિરાજી અવિરત પણે સુદંર સેવા ચલાવતા હોય એવા વિરલ પુરૂષોના આપણે શું ગુણ ગાઇ શકવાના? પરમ પૂજ્ય મહંત બાપુશ્રી સાથે પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી પણ શિયાળાની હિમવર્ષા જેવી ઠંડીમાં પણ ખેતીનું લાગલગાટ કામ, પશું પાલન, પશુ પક્ષીઓની સેવા દર્શનાર્થે આવતા ભક્તો તેમજ સંત વૃન્દની સેવા પૂજા અર્ચના, અવિરત પણે કોઇપણ પ્રકારના ભેદભાવ રહિત, જેનો પ્રેમ નિસ્વાર્થ છે ચેરાપુજીની હરિયાળી ટેકરીઓ ઉપરથી વનરાજી આનંદમાં માલતી હોય, નાના છોડવાઓ કુમાશ નિર્દોષ ભૂલકાઓની યાદ દેવડાવે તેમ વાતાવરણને નિર્દોષતાથિ ભરી દેતી હોય, જેનું અમૃત દિલ જડચેતન પ્રકૃતિને પણ અસર કરી અમૃતત્વ અર્પણ કરી રહ્યું હોય એવી સાચી જનેતા જેવી સેવા અને નિર્દોષતાની મધુરતા આવા ઉતમ શિષ્ય અને મહાન ગુરૂમાં જણાઇ આવે છે. આવા ચૈત્યન સ્વરૂપો ગમે તેવા અજ્ઞાની જીવોની સહન કરીને પણ સેવા કરે છે મૂળ અજ્ઞાનથી ગેરાયેલા પામર જીવોના પ્રકૃતિ સ્વભાવ દોષ અવળચંડાઇ કે જડતા કશુંજ જોયા વગર તેમને સાથે પ્રેમપૂર્વક વર્તે છે. તેમના પ્રત્યે લાગણીના સૂર વહેડાવે છે. આમ પોતે પરગજુ બનીને અતિ અજ્ઞાની જીવોને વિવેક શીખવાડે છે. સાચુ હેત કરીને સૂઝ આપે છે. જીવનમાત્રનૂ અકારણ ભલુ કરવા માટે દરેક જીવની કક્ષાએ બેસીને તેની સાથે હેતજ કરે છે. એમનું ખમવું અને ગમ ખાવી એનેજ ભક્તિ માને છે સૌના દોષ અને સ્વભાવ પોતાના માથે લે છે. નિષ્ઠાવાળુ પ્રારબધ્ધ પણ માથે લે છે. એતો એજ લક્ષ્ય રાખે છે કે અહો આ જીવને ભગવાનથી વાળીનાથ સાથે સંબધ ક્યાંથી હોય? આમ પોતાના બનાવીને પોતાની રીતે વર્તવાની શક્તિ આપે છે. એક સામાય જીવને સૂર્ય સમાન પ્રકાશિત કરે છે. અણુને હિમાલય સમાન બનાવે છે. એવા ચૈત્યન જનની સમાન શ્રી વાળીણાથ ધામના નિર્મળ સંતનુ મૂલ્ય આપણે શું મૂલવી શકીએ? આવા પવિત્ર સંતો એ સહહ્રદય ભાવનુ સ્વરૂપ ઓળખાવવા ખુબજ પુરૂષાર્થ કર્યો અને અકારણ સૌનુ રૂડુ કર્યુમ્ કાત્યાની જેવી શત્રુતા ધરાવતી રાક્ષસીના આસુરી ભાવને લક્ષ્યમાં લીધા વગર તેનું ભલુ કરે, શ્રી કૃષ્ણ પોતાની દ્રેશીલી માસી પુતનાનું માતા જશોદા જેવુ કલ્યાણ કર્યું. કરૂણાનિધિની કેવી એ દિવ્ય કરૂણા? કેવો એ અસીમ સહ હ્રદયભાવ, આવા આ પરમ કલ્યાણકારી પૂજ્ય ગુરૂ શિષ્યની પાસે રહી એમની સેવા અને શહિષ્ણુતાનો અભ્યાસ કરી ધન્ય બની જવાય. જીવનમાં ઘણૂ ઘનુ ખમવા છતાંય અવિરત પણે મીઠાસ આપેજ જાય. શ્રી વાળીનાથની પવિત્ર ધરતી ઉપર તનતોડ પરિશ્રમ કરી નિરપેક્ષ સેવાનો ઉતમ દાખલો આપ્યો છે. ભગવાનને રાજી કેમ કરવા? એજ એમના જીવનનું લક્ષ્ય બની ગયું છે. પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીનો પરમ પૂજ્ય ગુરૂવર્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રી પ્રત્યેનો પ્રેમ, મમત્વ,દિવ્યભાવ અને મીઠાસ અવિરત અને અખંડ છે. અને કદી ઓછાં પણ થયાં નથી આવી એક પ્રેમની સરવાણી એમના રૂવાડૅ રૂવાડે વહ્યા કરે છે. ભગવાન શ્રી વાળીનાથની શુધ્ધ ઉપાસના ઓળખાવવા અને પ્રવર્તવા માટે પૂજ્ય મહંત બાપુસ્શ્રી અને પૂજ્ય કોઠારી બાપુશ્રીએ ધીરજનો અંત આવી જાય એટલો પુરૂષાર્થ કર્યો છે. શ્રી વાળીનાથજીની કચેરીમાં સભામંડપમાં પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બિરાજમાન હોય ત્યારે જેમ સાકરના ટુકડા પાસે વગર આમંત્રણે કીડીઓ ભેગી થઈ જાય છે તેમ પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને કોઠારી બાપુશ્રીની આસપાસ ભક્તો અને સંતો ભેગા થઈને એમના સત્સંગની મીઠાસ માણતા હોય છે. પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને પૂજ્ય કોઠારી બાપુશ્રીનાં જેને દર્શન કર્યા હશે તે સૌએ દિવ્ય દર્શનનાં અમૂલ્ય અનુભવને કોઇકાળે વિસારી શકશે નહિ. પૂજ્ય મહંત બાપુશ્રીની સરળતા એમનામાં રહેલી રૂજુતા અંતરમનની મૃદુતા, તદ્દન વિનમ્રતા, અસલી માતૃત્વની ઝલક અત્યારે સતત વર્તાઇ આવે છે. હજારો મુમુક્ષોની સુખી કરવા કંઇક સહન કરવૂ પડે છે. તો સેવક મુમુક્ષોના હ્રયમાં સંતોનુ કાયમ સ્થાન થઈ જાય છે. આ મહાન સંતોનુ સ્થાન જો આપણા હ્રદયમાં થઈ જાય તો બેડૉ પાર થઈ જાય. જીવમાં એમના જેવું ખમવાનું બળ આવે બીજાનું જોવાનું કે બીજાની પાસે કોઇ અપેક્ષા રાખવાની વૃતિ કાયમ માટે વિસારે પડી જાય, બાવાના ચંદનની માફક પોતે બળીને પોતાના સબંધમાં આવનાર ને સુવાસ આપ્યા કરે એવા એકધારા પ્રસંગોની હારમાળા અખંડિત આધ્યાત્મિક ઇતિહાસના પાને પાને જોવા મળશે. ગુરૂશ્રીમાં જેમ તપ,જ્ઞાન,યોગ અને બ્રહ્મ તેજની અપેક્ષા હોય છે. બ્રહ્મવેતા બ્રહ્મત્વની દિવ્ય પ્રકાશની પરિકલ્પના કરાય છે. તેમ શિષ્ય માટે પણ કેટલીક શરતો કે યોગ્યતાની અપેક્ષા હોય છે. આ વિશ્ર્વ સદાય સદગુરૂઓ અને શિષ્યોથી પરિપૂર્ણ છે. તેમાંથી યોગ્યતમ અને યોગ્યતર સતપાત્રોની શોધ ગુરૂ અને શિષ્ય એમ બંન્ને માટે હિતકર છે. માનવ સમાજ અને વિશ્ર્વ માટે તે કલ્યાણપ્રદ છે. સદગુરૂશ્રી સતચરિત્રવાન બ્રહ્મજ્ઞાની હોય અને આત્મસાક્ષાત્કારી હોય તો તે આપણા સર્વસ્વ સર્વોપરી થવાને શ્રેષ્ઠ વિભૂતિ છે. તે ઇશ્ર્વરીય વરદાન છે. આવા ઉદાર સદગુણ સંપન્ન ગુરૂદેવ માટે શિષ્ય પણ પરમ પૂજ્ય કોટારી બાપુશ્રી ગોવિંદગિરિજિ સમાન જોઇએ, જેવો તેવો ન ચાલે આવા મહાન ગુઇરૂશ્રીના ચરણમાં જઈને શિષ્ય કટપૂતલી બની શકે? શ્યામની પોલી વાંસળી બની શકે? એવો શિષ્ય હોય તો શ્રેયકર છે. બુધ્ધિમાન શિષ્ય શિષ્યત્વ ગ્રહણ કરતી વખ્તેજ પોતાના અહંકારને છોડી દે બ્રહ્મચર્ય વ્રતભાવ ધારણ કરે અને ગુરૂસેવા અને ગુરૂઆજ્ઞાનું પોતાનું જીવન વ્રત બનાવીને જીવે શ્રી ગુરૂ ચરણોમાં આત્મસમર્પણ શિષ્યનું સર્વોપરી સુલક્ષણ છે. શિષ્યત્વની પરાકાષ્ઠા છે શ્રી ગુરૂઆજ્ઞા પાલન શિષ્ય જીવનની મહતા છે. સાધના છે. શ્રી ગુરુદર્શનની નિત્ય ઉત્કૃષ્ઠ કામના અને સેવા વૃતિ શિષ્યના મમુક્ષત્વને નિશાને છે. સંયમ,ધ્યાન,ભક્તિ,સેવા અને આજ્ઞા પાલનની સીડીઓ ચડીને શિષ્ય સદગુરૂનું સાનિધ્ય પ્રાપ્ત કરી, શ્રી ગુરૂના સંપર્કમાં રહેવાને સમર્થ બને છે સદગુરૂના માર્ગદર્શનમાં શાસ્ત્રોનો નિષ્ઠાપૂર્વક અભ્યાસ સાચા શિષ્યનું સત્ય કર્તવ્ય છે શ્રી ગુરૂદેવ સાક્ષાત પરબ્રહ્મ છે એવી દ્રઢ ભાવના સાથે શ્રી ગુરૂદર્શન અને ગુરૂશ્રીનોસત્સંગનો સુયોગ શિષ્યના આધ્યાત્મિક વિકાસમાં સહાયભૂત બને છે.
      ગુરૂશિષ્યની આત્મસાક્ષાત્કારની કળા શીખવે છે અહંમ બ્રહ્માસ્મની આધ્યાત્મિક ભ્જૂમિકા સુધી પહોચાડે છે. તેને નિરંતર ચિતરંજન શાંતિ અને મોક્ષનો અધિકારી બનાવે છે. આ કોઇ સામાન્ય ચમત્કાર નથી. એનું મૂલ્ય કોઇ ઓંકી શકતું નથી આ ગુરૂઋણનો બદલો વાળવો અશ્ક્ય છે. મહા સમર્થ શિષ્ય પણ પોતાના ગુરૂને જે જોઇએ તે આપ્યું છે તેના બદલામાં શું આપી શકે? ગુરૂપણ શિષ્ય પાસેથી કંઇ અપેક્ષા નથી રાખતા. આ તો શિષ્યની કૃતયતાનો પોકાર છે. શિષ્યના સદધર્નમની માગણી છે કે એ ગુરૂશ્રીની આ મૂલ્યવાન દિવ્ય સંપતિને સંપૂર્ણપણે સાચવે શિષ્યનું કર્તવ્ય છે કે એ સંપૂર્ણ કૃતજ્ઞતાથી નતમસ્તક રહે, ભૂલે ચૂકે પણ કૃતજ્ઞ બનીને મહાપાપનો ભાગી ના બને. શિષ્યની વિનમ્રતાને લીધે જ ગુરૂશ્રીની કૃપા વરસે છે આર્શીવચનો તથા વરદાનોથી તેના જીવનમાં ખાલીપણાને ભરીદે છે. શિષ્યનુ કર્તવ્ય છે કે એ ગુરૂનો આજ્ઞાંકિત બને ગુરૂદેવ દ્રારા પ્રયોગમાં લાવેલા ઉપચારો જો પ્રતિકૂળ લાગતા હોય તો પણ ધૌર્ય ધારણ કરે. શ્રધ્ધાને કદી ઓછી ના થવાદે આગળ જતાં એજ ઉપચારો એને અનુકૂળ અને પ્રગતિશીલ લાગવા મંડશે શ્રધ્ધાથી દુર્લભ જ્ઞાન સહજમાં શીખી શકાય છે. માટે પૂર્ણ શ્રધ્ધાભાવથી ઇશ્ર્વર સ્વરૂપ ગુરૂદેવની સેવામાં પ્રવૃત રહેવું એ શિષ્યનું પાવન કર્તવ્ય છે. ગુરૂસેવા અને ગુરૂભક્તિના પરિણામ સ્વરૂપે આત્મસાક્ષાત્કાર આત્મજ્ઞાનની પરમ કક્ષા પ્રાપ્ત થાય છે. આત્મસાક્ષાત્કારની પરિપૂર્ણ અવસ્થામાં શિષ્ય માટે સત્યનુ રહસ્યોદધ્યાન સહેજે થઈ જાય છે. શિષ્યના કર્તવ્ય બોધ પર મનુસ્મૃતિએ જણાવ્યું છે કે શિષ્ય હંમેશા વેદાધ્યાનમાં નિમગ્ન રહે, પરમ શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વકની ગુરૂસેવા દરમ્યાન શિષ્યે માંસ મદીરા સ્વાદિષ્ટ વ્યજંનો કામ, ક્રોધ,લોભ,નૃત્ય,ગાયન,ક્રિડા,વાજીત્રો વગાડવાં, ગપ્પો મારવાં, કુથલી કરવી અને અતિશય ઉંઘવાથી અલિત્પ રહેવું જોઇએ. આ પ્રમાણે બતાવેલા સત્ય કર્તવ્યોના પરિપાલન દ્રારા શિષ્ય સદગુરૂના માર્ગદર્શનમાં પોતાનું ચરિત્ર્ય નવનિર્માણ કરવું જોઇએ. પોતાની માન્યતાઓ અને અપૂર્ણ અલ્પ જ્ઞાન પ્રત્યે શિષ્યની આધ્યાત્મિક નિષ્ઠા એને દુરાગ્રહી બનાવી દે છે. માટે સદગુરૂએજ શિષ્યત્વને પ્રદાન કરે છે જે અહંકાર રહિત હોય આવો શિષ્ય પોતાની ધારણાઓ અને માન્ત્યતાઓ ઉપર ઠુકરાઘાત થતો જોઇને કદી પણ ઉતેજિત થતો નથી. નવાગત શિષ્ય પોતાના સ્વભાવિક આચરણના પ્રવાહમાં કદીક પરમ જ્ઞાની ગુરૂશ્રીની સમક્ષ જિદ કરી બેસે છે. પોતાની પુરાતન ભાવનાઓ છોડવામાં તેને કષ્ટ થાય છે તેથી દુરાગ્રહી થઈ જાય છે. તેને ખબર નથી હોતિકે જે શિષ્ય ગુરૂશ્રીને આજ્ઞાંકિત ના હોય, એમના પ્રત્યે નિષ્ઠાવાન અને પ્રમાણિક ના હોય એ શિષ્યને કોઇપણ ગુરૂ ભવ પાર કરાવી શકે નહિ. ગુરૂ શિષ્યનું કલ્યાણ ત્યારેજ કરી શકે છે જ્યારે શિષ્ય સ્વયં પોતાનું કલ્યાણ ઇરછતો હોય તેવી સાધના અને પ્રયત્ન્ન કરતો હોય, બોરડીનું વૃક્ષ વાવનારને એવૃક્ષ ઉપરથી મીઠી કેરી કેવી રીતે મળે શિષ્યનો દુરાગ્રહ આવો કંઇક ફળ આપનારો છે. ગુરૂની પાસે એ જાય છે તો આત્મકલ્યાણના ઉપદેશથી પણ દુરાગ્રહથી સ્વયં સ્વનિર્મિત અજ્ઞાનના કાદવમાં ફસાતો જાય છે આવો શિષ્ય આધ્યાત્મિક માર્ગે આગેકુચ કરવાને બદલે દયનીય દશામાં જીવન વ્યતિત કરવાને વિવસ થઈ જાય છે દુરાગ્રહી શિષ્ય જો સાચા અર્થોમાં પોતાનો આત્મવિકાસ સાધવા માગે તો તેને ઓછામાં ઓછું તેના પોતાના ગુરૂશ્રી આગળનો નિખાલસ જ થવુજ પડશે, પ્રમાણિક બનવું પડશે. પોતાના અહંમ અનેમાન્યતાઓને તિંલાજલિ આપી નિંસંકોચ ભાવે પોતાના શ્રધ્ધાસ્પદ ગુરૂશ્રીને આત્મસમર્પણ કરીને સાધનામાં ભાગી જવું નહિ તો આવી સોનેરી તક તેને ભાગ્યેજ પાછી મળે છે.