વાળીનાથ મહાદેવ

ભારતીય દિવ્ય સંસ્કૃતિના મહાન સંતોનો સંકલ્પ છે. સૌને પ્રભુના અખંડ ધામમાં સુખમાં રહેતા કરવાનો તેથી તે ભગવાને પરબ્રહ્મ સ્વરૂપ સંતોને પૃથ્વી ઉપર અખંડ વિચરતા રાખ્યા છે. અને આવા સંતોને જીવન સમર્પિત થાય અને સંતોના અભિપ્રાય પ્રમાણેની ભકિતમાં લીન થાય તો તે સંતોના સંકલ્પ પ્રમાણે હૃદયાકાશને વિષે અંતઃ કરણમાં સહેજે પરમાત્માનું પ્રાગટ્ય થાય પછી તે સેવક આનંદ- સુખમાં રહેતો થઇ જાય, આવો સંત માર્ગ-સનાતન માર્ગ માનવ-જીવન માટે ઉત્તમ-અનિવાર્ય છે.

ગીતા, ભાગવત, ઉપનિષદ જેવા શાસ્ત્રોમાં જીવ-ઇશ્વર માયા-બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ અનાદિ પરમ તત્ત્વો છે અખંડિત છે તે વાત ગુહરૂપે શાસ્ત્રોમાં છુપાયેલી છે. જ પરંતુ ધન્ય છે. પરમ પૂ. પ્રાતઃ સ્મર્ણીય ગુરૂવર્ય આદિ દિવ્ય સિધ્ધસંત સ્વામી શ્રી વિરમગિરિજી મહારાજશ્રીને કે જેમણે બ્રહ્મ અને પરબ્રહ્મની શ્રેષ્ઠ ઉપવાસના કરીને પરમ કૃપાળુ એવા શ્રી વાળીનાથ ભગવાન અને ભકતોની કલ્યાણકારી એવી સ્વયંભુવ અખંડધુણીને પ્રગટ કરી લોકહિતાર્થે દર્શનીય રીતે પ્રસ્થાપિત કરી આ સનાતન સત્ય સંઘ નિષ્ઠા સ્વરૂપે પ્રગટ છે.

શ્રી વાળીનાથજી ભગવાનના આ દિવ્ય અને પુનિત ધામના ઇતિહાસમાં મુનષ્યના સર્વ ધર્મો અને સિધ્ધાન્તોનો સમાવેશ થઇ જાય છે તંત્ર શાસ્ત્રના આધારે શ્રી શિવશકિત અને વર્તમાન સમયના પ્રગટ મહાપુરૂષોની યુગલ ઉપાસના શ્રેષ્ઠ અને અનિવાર્ય છે. જ શ્રી વાળીનાથજી ભગવાનની યુગલ ઉપાસનાના પ્રતિક સમા બે મહાપુરૂષોની આધ્યાત્મિક અને પ્રેરણાત્મક દ્રષ્ટિ અહી આલેખવામાં આવી છે. બન્ને ભિન્ન છતાં સરખા છે. બન્નેના ઉત્તમ કાર્યો એકબીજામાં ઓતપ્રોત છે. સંસ્થા વિકાસના સ્થંભ સમા બન્ને મહાપુરૂષો તપ અને શ્રમ આયોજન દ્વારા ઉત્તમોત્તમ જયારે બીજા શ્રેષ્ઠ શિષ્ય તરીકે શોભાયમાન છે.

પરમ પૂ. પ્રાતઃ સ્મર્ણીય ગુરૂદેવ અનંત વિભુષિત શ્રી ૧૦૮ મહંત શ્રી બળદેવગિરિજી બાપુશ્રી સદ્ગુરૂ છે અને પૂ. કોઠારી સ્વામીશ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રી આદર્શ શિષ્ય સ્થાને પ્રતિષ્ઠિત છે. બન્ને મહાનુભાવ મહાત્માઓ એકરૂપ અને અખંડ છે. બેય મહાપુરૂષો ભગવાન શ્રી વાળીનાથજીની શ્રધ્ધા ભકિતનું સૂચન કરે છે. અને આ જાગ્રત દિવ્ય દર્શનીય ધુણીને પ્રગટ કરનાર મહાપુરૂષોની ચેતના દ્રષ્ટિની સમાજને ઓળખાણ આપે છે. આવા મહાન સંતો સમ્રાટ છે. તેઓનું અસ્તિત્વ સ્વતંત્ર છે. તેઆ સર્વોપરી છે. સેવક અને સ્વામીની પરાભકિતનું દર્શન કરાવે છે. એક છે સ્વામી બીજા છે. સેવક બન્નેમાં અવિભાજય એકતાનાં દર્શન થાય છે. સ્વામીનું શરીર પરમ પૂજય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રીનું છે. જયારે સેવકનું શરીર પૂ. સ્વામીશ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રીનું છે એટલે સહેજે બન્નેના સહીયારા ધર્મકાર્યને અલગ કરી શકાય તેમ નથી.

આવી શ્રી વાળીનાથજી ભગવાનની શુધ્ધ ઉપાસનાની પ્રણાલિકામાં સામર્થ્ય પામેલા સંતેના જીવન દર્શનનો લ્હાવો ભકતો માટે પરમાનંદનો માર્ગ છે. સાચા સંતો સમાજ માટે પ્રકાશિત સૂર્ય સમાન છે. આવા મહાન સંતો સંતમાર્ગની અનિવાર્યતા સૂચવે છે. આવા સંતોનો ખરેખરો આશરો હોય તો જ શાસ્ત્રોમાં કહેલા ષડરિપુઓનો પ્રલય થાય છે. અથવા ષડઐશ્વર્યના રાગનો પ્રલય થાય છે. ષડરિપુઓ અને ષડ ઐશ્વર્યમાં કોણ ફસાયુ નથી ? તેથી ભકતો માટે અજ્ઞાન રાગને દુર કરવા માટે સાચા સંતનો સત્સંગનો પ્રસંગ અનિવાર્ય બને છે. સંતોની પ્રસન્નત માટે સમર્પણભાવ અનિવાર્ય છે. જેમ ડાબુ અને જમણું અંગ એકત્વથી વર્તે છે. શરીરના સમગ્ર તંત્ર સંચાલન માટે સમર્પણ ભાવથી ઉન્નત થાય છે. સંત મહાપુરૂષો સાથે ખરેખરા એકરૂપ બનીએ અને સમર્પિત બનીએ તેમજ તેમની સૂચના પ્રમાણે મરણિયા બનીને વર્તનમાં મૂકીએ તો સંપૂર્ણ આનંદરૂપ શ્રી વાળીનાથજી મહારાજશ્રીના કૃપાપાત્ર થઇ જવાય, અને અખંડ આનંદ પ્રાપ્ત થાય તેથી જીવન ન્યાલ થઇ જાય, શીવરૂપ બની જાય, એવી ઉચ ભાવના સંતોના સતસંગને વર્તનમાં ઉતારવાથી પ્રાપ્ત થાય છે.

બ્રહ્મરૂપમાં એક થઇ પરબ્રહ્મની ઉપાસના કરે અને કરાવે એવા સંતોનો આ ઉત્તમ ધર્મ આદર્શ છે. બ્રહ્મરૂપ એવા આ વંદનીય સંતો શ્રી વાળીનાથજી મહારાજશ્રીના પ્રતિક સમા છે. એવા તપસ્વી સંતો સાથે સમર્પિત બની સમર્પણ ભાવથી વર્તે તો કોઇ વ્યકિતને એ સંતોની અંતરની કૃપા પ્રાપ્ત થતાંજ સહજ આનંદ પ્રાપ્ત થાય છે દિવ્ય આનંદની અનુભૂતિ કરાવતા સંતો સંસારના ઉધ્ધારક હોય છે. પરમ પૂજય પ્રાતઃ સ્મર્ણીય શ્રી રામકૃષ્ણ પરમહંસના આશીર્વાદ-કૃપા-અંતરપૂર્વકના મળતાંજ પરમ પૂ. સ્વામીશ્રી વિવેકાનંદજી મહારાજશ્રીને દિવ્યશકિત અને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. અને તેઓ વિશ્વના શ્રેષ્ઠ મહાસંત તરીકે પ્રતિષ્ઠિત બન્યા અને એવા કેટલાય તપસ્વી જીવનમૂક્તો, પરમહંસો નો ભારતીય હિન્દુધર્મની પરંપરામાં અનુભવ પ્રસ્થાપિત છે. એવા આ સંતો શ્રી વાળીનાથજી ભગવાનની ઉપાસના-સાધના-તપનું સિધ્ધાન્ત રૂપે દર્શને કરાવે છે. જીવનને તપનો ઘડતરનો અથવા તો સુખિયા થવાનો સુંદર અને સરળ શ્રેષ્ઠ માર્ગ સૂચવી જાય છે માટે આ કોઇ લૌકિક આકૃતિ જ નથી, પણ સનાતન સિધ્ધાન્તની પ્રણાલિકાનું દર્શન કરાવનાર પરમ પૂજય પરમ આદર્ષીય અનંત વિભુષિત મહંતશ્રી ૧૦૦૮ શ્રી બળદેવગિરિજી મહારાજશ્રી બાપુ તથા પરમ પૂ. વંદનીય સ્વામીશ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રી સનાતન ધર્મના મૂલ્યવાન ધર્મભૂષણ તરીકે બિરાજમાન છે. જે અનુયાયી વર્ષના ભાસ્કર સમાન પ્રકાશિત છે.