સ્થાપક અને અનુગામીઓ

પરમ કૃપાળુ શ્રી વાળીનાથજીની પવિત્ર ગાદીએ બિરાજેલા

પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ધર્મવિભુષણ છડીછત્રધારી શ્રી ૧૦૦૮ બ્રહ્મલીન મહંત શ્રી બળદેવગીરીજી ગુરૂશ્રી સુરજગીરીજી

તેમના સૌ સંતો શિષ્યોમાં સૌથી ઉંમરમાં નાના એવા બાળયોગી સ્વરૂપે પરમ વંદનીય પ્રાત ઃસ્મર્ણીય શ્રી બળદેવગિરિજી મહારાજશ્રી દર્શનીય સ્વરૂપે હતા. તેઓ પૂ.શ્રીની ઉંમર બાર વર્ષની હતી. અખાડાના તમામ અનુભવી એવા વૃધ્ધ સંતોની પ્રેમદૃષ્ટિ નીચે ઉછરી રહેલા પરમ ભાગ્યવાન પરમ પવિત્ર પૂ. બળદેવગિરિજી મહારાજશ્રી વૃધ્ધ સંતોને આત્મ દર્શનની જિજ્ઞાસાવૃત્તિથી અનેક પ્રશ્નો પૂછીને જ્ઞાન મેળવતા અને શિવભક્તિ કરતા. આવા બાળયોગી સ્વરૂપ એવા પરમ પૂ. બળદેવગિરિજી મહારાજશ્રીની મહંતશ્રી તરીકેની યોગ્યતાથી બારવર્ષની નાની ઉંમરે તેઓ પૂ. શ્રીને શ્રી વાળીનાથ અખાડાની ગાદી અભિષેક-પૂજન વિધિ કરીને પરમ પૂજ્ય વંદનીય ગુરૂદેવશ્રી સુરજગિરિજી બાપુએ પોતાના એ દિવ્ય શિષ્યશ્રીને ગાદીએ બિરાજમાન કર્યા.                                                                                                                                                                                                                                                                     

 સૌ સંતોએ હર્ષોલ્લાસથી પુષ્પવૃષ્ટિ કરીને લધુમહંતશ્રીને ભાવપૂર્વક વધાવ્યા હતા. શ્રી વાળીનાથ ધામની પ્રગતિ સાથે ઘણા ઉત્તમ અને દિવ્ય કાર્યોથી ભક્ત- સેવક સમાજના શ્રધ્ધાના પ્રતિકરૂપે લોકહૃદયમાં શ્રધ્ધા-ભક્તિનું સ્થાન પ્રાપ્ત કરીને ઘણા સમય સુધી શ્રી વાળીનાથ ઘામને ઉજવળ કિર્તિ પ્રદાન કરનાર પરમ પૂજય પ્રાતઃસ્મર્ણીય, વંદનીય, ગુરૂવર્ય મહંતશ્રી સુરજગિરિજી બાપુશ્રી સંવત ૧૯૯૬ના શ્રાવણ વદ પાંચમના પવિત્ર દિવસે આ લૌકિક દેહનો ત્યાગ કરી સમાધિષ્ઠ થયા. પરમ પૂજ્ય પ્રાતઃસ્મણીય ગુરૂદેવશ્રી ૧૦૮ મહંતશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી નાની ઉંમરના હતા. પરમ પૂજ્ય સ્વામીશ્રી મહાદેવગિરિજી કોઠારી બાપુએ વહીવટ હાથમાં લીધો. પરમ પૂજ્ય મહંત બાપુશ્રીને અભ્યાસ કરાવવો અને વિશાળ જગ્યાનો સફળતા પૂર્વક વહીવટ કરવો, સંપૂણ દેખરેખ સાથે પરિશ્રમ પૂર્વક કારભાર કરતા પરમ પૂ. કોઠારી સ્વામીશ્રી તેમજ અન્ય સંતો સૌ સદ્ભાવ-પૂર્વક શ્રી વાળીનાથ ઘામની સેવામાં સહભાગી હતા.

બ્રહ્મલીન કોઠારી સ્વામી ગોવિંદગીરીજી ગુરૂશ્રી બળદેવગીરીજી તથા સર્વે સંતો

ખાતે શ્રી વાળીનાથજી રબારી ધર્મશાળાનું પરમ પૂજ્ય કોઠારી સ્વાન્મીશ્રી ગોવિંદગિરિજી મહારાજ દ્રારા નિર્માણ થયું છે. આયોજનબધ્ધ ભવ્ય નિર્માણ, ભક્તો,સેવકો,યાત્રાળૂઓ માટે સુખદાયી, સગવડથી પરિપૂર્ણ અને આનંદ આપનારૂ હતું આથી પ્રભાવિત બનીને યાત્રાળુ ભક્તો સેવકો પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીના મુક્ત કંઠે વખાણ કરતા ત્યારે સરળ સ્વભાવવાળા કર્તવ્યનિષ્ઠ એવા પરમ પૂજ્ય શ્રી કોઠારી સ્વામીશ્રી ભક્તોને પ્રત્યુતર આપતાં કહેતાં કે આ તો પરમ કૃપાળુ શ્રી વાળીનાથની કૃપા અને ગુરૂમાશયની ભક્તિનો પ્રતાપ છે અને શ્રી ગુરૂભક્તિ ભગવદ કૃપા પછી ભક્તોની શ્રધ્ધાએ આ વિરાટ કામ કર્યું છે અને મારા ઉપર એમની જ આદયા દ્રષ્ટિ હશે ત્યારેજ મને નિમિત બનાવ્યો હશે, કેટલી વિશાળ નિર્મળતા પોતે કશું નથી કરતા એવી સરળ રજૂઆત કોઇપણ પ્રકારના અહંમ કે આડાંબરનું નિશાન ન મળે જંગલમાં મંગળ કરનાર મહાપૂરૂશ કેટલો વિવેક છે રાજસ્તાનના વિરાન પ્રદેશનું શ્રી રામદેવપીરનું યાત્રાધામ એવું રણુજા એટલે રણકદેશ જોઇલો આવા પ્રદેશની ભૂમિ ઉપર રાત અને દિવસ પડ્યા રહીને ભવ્ય રાજધાની સમાન દિવ્ય સ્વરૂપનુ સર્જન કરવું અને તે સમાજના ભ્ક્તો સેવકોની સગવડ વ્યવ્સ્થા માટે અગિયાર દિવસના ભવ્ય મેળા પહેલાં પાંચ દિવસ અગાઉથી આવનાર યાત્રાળૂની જમવા રહેવાની સુખ સગવડ માટે પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી વાળીનાથ (ગુજરાત) થી લાંબો પંથ કાપી સ્વયં સેવકોની ટુકડી સાથે રણુજા શ્રી વાળીનાથજીની ધર્મશાળામાં હાજર જ હોય વરસમાં બે ત્રણવાર જઈને રૂડી દેખરેખ રાખે ધન્ય છે આવા મહાપુરૂષોને કે વૈદિક પરંપરાની સંપૂર્ણ જાણવળી માટે કેટલો દિવ્ય પુરૂષાર્થ કરી રહ્યા છે.

આવું તો સમગ્ર ભારતમાં ઘણા ઠેકાણે જંગલમાં મંગલ સર્જન થયેલું જોવા મળે છે. પરંતુ આપણો અહંમ આવા સર્જને સ્વીકારવા તૈયાર નથી, કારણ પંથા પંથીનો રોગ સંતો એકરૂપતાની ઔષધિઓ આપે તો પણ આ મહારોગ તેનો હટાગ્રહ છોડતો નથી અને અંતે આ દેહ છોડીને આત્મા ચાલ્યો જાય છે.ત્યારે આ શરીર જેમાં અહંમ હતો તેની પાસે પણ કોઇ ફરકતૂ નથી તેને વહેલાસર સ્મશાનમાં મોકલીને અંતિમક્રિયાની ઉતાવળ કરતો માનવી પોતાનું કંઇપણવિચારતો નથી. શ્રી કબીર સાહેબ કહે છે આ ગંદી દેહકા કોઇ ભરોસા નાહિ આજે દિઠા બજાર મે કાલ મશાણામાંહી તેથી જટ કરોને દેહથી બને તો દેહથી, માનવી બને તો મનથી, ધનથી બને તો ધનથી, સંત મહાપુરૂષોના વચન પ્રમાણેની સેવાનો લાભ લઈ લો હજી બાજી હાથમાં છે સુધારીલો સમગ્ર ભારતના મહાન સંતોની વાત છોડીને માત્ર એકલા ગુજરાતના મહાપુરૂષોના ગુણગાન માત્ર દસ લીટીમાં લખવાં હોય તો અનેક મોટા ગ્રંથો બને તેમ છે. લેખક તરીકેની કોઇજ ક્ષમતા નથી નહિતર આજ સેવા ઉતમ છે જે કંઇ લખાય છે તે શ્રી સદગુરૂ કૃપાને આભારી છે.
      મા ભગવતિ ઉમિયાજી ક્ષેત્રમાં ગરીબોના વિકાસ માટે ગામે ગામ શહેરે શહેરે ઉમિયારથના આયોજન દ્રારા ફરીને એકસો કરોડ રૂપિયા એકઠા કરનાર આવા શ્રધ્ધાવાન ઉત્સાહી દ્રઢ મનોબળવાળા તરવરિયાં સંચાલકો એક દિવસ અજબો રૂપિયા એકત્ર કરી શકે છે. સાચી દ્રઢ ભાવના અને પ્રબળ પુરૂશાર્થ હોવો જોઇએ.

મહંતશ્રી જયરામગિરિજી બાપુ

મહંત શ્રી જયરામગીરીજી મહારાજનું પૂર્વાશ્રમનું ગામ નેસડા તા. ભાભર જન્મ સ્થળ મોસાળ હલકુડિયા તા. ભાભર જી. બ.કાં. તેઓ શાખે બાળેજ તેમના પિતાજીનું નામ મગનભાઈ રબારી માતૃશ્રીનું નામ ચંપાબેન છે.

સ્વામીજી નાં માતાપિતા એ વર્ષો પહેલા રબારી સમાજનાં આસ્થા ના કેન્દ્ર સમા શ્રી વાળીનાથ મહાદેવ નાં મંદિરે આવીને પુત્રરત્ન પ્રાપ્તિ માટે બાધા માનતા રાખેલ. અને તે પ્રમાણે વાળીનાથ ભગવાન ની કૃપાથી સ્વામીજી નો તેમનાં ત્યાં જન્મ થયો… અને તેઓ ને અહીં મુકવામાં આવ્યા…

ત્યારબાદ પૂજ્ય બાપુ એ ૫ (પાંચ) વર્ષની ઉંમરે તેમને ગંગા નદિનાં કિનારે ઋષિકેશમાં જ્યાં ઋષિઓ ના કેશ પડેલાં છે. એવી પવિત્ર ભૂમિ પર પ.પૂજ્ય જયરામગિરિજી બાપુને બળદેવગિરિજી બાપુ, કોઠારી, બાપુ શ્રી ગોવિંદગિરિજી મહારાજ, અને અન્ય સંતો મહંતો પિઠાધીશ્વર, આચાર્ય, મહામંડલેશ્વરો ની હાજરીના સંન્યાસ આપવામાં આવ્યો.

ત્યાં તેઓએ વેદાંતનો અભ્યાસ કર્યો… કાશીમાં પણ વેદાંત શાસ્ત્રોનો અભ્યાસ કર્યો… વૃંદાવનમાં ભાગવતીનો અભ્યાસ કર્યો… આ પ્રમાણે સ્વામજી વાળીનાથ અખાડા તરભ માં આવ્યા. અને ૨૦૧૪માં તેઓને લઘુમહંત તરીકે નિમવામાં આવ્યા…

બ્રહ્મલીન બળદેવગિરિજી મહારાજના ષોડસી ભંડારા નીમીત્તે મહંત તરીકેની ચાદર વિધીની સંવત ૨૦૭૭ માગશર વદ-૧૧, તા. ૯/૧/૨૦૨૧, શનિવાર ના રોજ કરવામાં આવી.

કોઠારી સ્વામીશ્રી દશરથગિરિજી બાપુ

કોઠારી સ્વામી શ્રી દશરથગિરિજી પૂર્વાશ્રમનું ગામ માંડોત્રી (પાટણ) જન્મ શિઓલ તાલુકો સરસ્વતિ જિ. પાટણ. પૂ. પિતાશ્રી  સોમભારથીજી મહારાજ પૂ. માતૃશ્રી સોનબાઈ માં..

છ વર્ષની બાળવયે સંસ્થામાં આગમન થયું. પ્રાથમિક શિક્ષણ અભ્યાસ અખાડામાં રહીને ધોરણ-૬ સુધી કર્યો શિક્ષણ સાથે સંસ્થામાં સેવાનાં કાર્યો પણ શરુ કર્યા અને પૂજ્ય મહાત્માઓનાં લાડલા થયા. ત્યારબાદ પૂ. કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી બાપુની સેવા ખૂબ કરી અને બાપૂની પ્રસન્નતાથી વિશ્વાસ પાત્રતા કેળવી.

પૂ. કોઠારી બાપુએ સેવા-પરાયણતા ને બાલ સંસ્કાર જોઈને પોતાનાં શિષ્ય બનાવ્યા. પછી તો બાપૂની શુભનિષ્ઠામાં તેઓશ્રીએ પણ અખાડામાં માળા-પાટ, ભજન – કિર્તન, આમંત્રણોમાં હાજરી, પશુપાલન તેમજ ખેતીવાડીમાં પણ ભારે વહીવટ કુશળતા દાખવી. સંસ્થાનો કાર્યભાર પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ગોવિંદગિરિજી બાપુએ એમની હયાતીમાંજ સુપ્રત કર્યો. અને કોઠારીપદે નિમણૂંક કરી. ગુજરાત રાજસ્થાનનાં મઠાધિપતિ/ મહંતશ્રીઓમાં પણ એમણે પોતાની આગવી ઓળખ ઉભી કરી.મોટા મોટા ભંડારા પ્રસંગોમાં પોતાની કોઠાસુજથી અનેકવિધ સેવાનાં કાર્યો કર્યા.

રણુંજા અખિલ ભારતીય રબારી સમાજ વાળીનાથ ધર્મશાળામાં નવા બાંધકામમાં તેઓ શ્રીનો સિંહફાળો રહ્યો છે. છેલ્લા ૪૦વર્ષોથી તેઓ અખાડામાં સુપેરે કાર્યભાર સંભાળી રહ્યા છે.

આપણા પરમ પૂજ્ય આજ્ઞાકીત ગુરૂપરાયણ, કુશળ વહીવટદાર, નૂતન શિવધામના પ્રણેતા, સ્વપ્ન દ્રષ્ટા શિલ્પી, બ્રહ્મલીન કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી બાપુ આસો નવરાત્રિ અષ્ટમી – પાવનપર્વ તા. ૨૪-૧૦-૨૦૨૦, શનિવારે સમાધિષ્ટ થતાં, ષોડસી ભંડારા નીમીત્તે કોઠારી તરીકેની ચાદર વિધીની સંવત ૨૦૭૭ માગશર વદ-૧૧, તા. ૯/૧/૨૦૨૧, શનિવાર ના રોજ કરવામાં આવી.